ચક્રવાતી તોફાન ‘બિપોરજોય’નો કહેર ! જાણો ક્યાં કેટલી તબાહી મચાવી અને જુઓ નુકશાનની તસવીરો

Cyclone Biporjoy News : હાલમાં ગુજરાતમાં બિપરજોયનો કહેર વર્તાઇ રહ્યો છે, ગઇકાલે સાંજે જ બિપોરજોય ગુજરાત સાથે ટકરાયું અને મધરાત સુધી લેન્ડફોલની પ્રક્રિયા ચાલી. ત્યારે આ દરમિયાન ખૂબ જ ઝડપે પવન પણ ફૂંકાયો અને ભારે વરસાદ પણ વરસ્યો. આને કારણે ચારે બાજુ નુકસાની સ્થિતિ સર્જાઇ. ખાસ કરીને તો વાવાઝોડા અને ભારે પવનને પગલે વૃક્ષો ધરાશાયી થયા હતા અને આ ઉપરાંત હોર્ડિંગ્સ તેમજ શેડ્સ પણ ઉડ્યા હતા.

આજે પણ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે અને સવારે પણ રાજ્યના અનેક ભાગોમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો. રાજ્યના ભુજ અને માધાપરમાં તો ભારે પવનથી કેબીનો પણ ફંગોળાઈ ગઇ હતી અને માધાપરના લોકલ બોર્ડ પાસે ભારે પવનથી નાસ્તાની કેબીન પડી ગઇ હતી. મહાતોફાન બિપરજોયે કચ્છને ઘમરોળી નાખ્યુ છે,

જેમાં 108 કિમીની ઝડપે પવન ફૂંકાયો. કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદરમાં સૌથી વધારે તબાહી સર્જાઇ છે. જખૌ બંદરની આસપાસ વાવાઝોડુ લેન્ડફોલ થયું જેને અને લેન્ડફોલ બાદ તે નબળુ પડ્યું. આજે કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાની આગાહી કરાઇ છે, ત્યાં વાવાઝોડાના કારણે 940 ગામડાઓમાં વીજપોલ ધરાશાયી થવાની પણ ઘટના બની હતી.

રાહત કમિશનરે અપડેટ આપતા જણાવ્યુ કે, વાવાઝોડાના કારણે 524 વૃક્ષો ધરાશાયી થયા અને 23 પશુઓના મોત થયા છે. ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને પગલે ભયંકર નુકસાન થયુ છે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેક વીજ પોલ ધરાશાયી થયા છે અને ઘણા ગામોમાં તો વીજ પુરવઠો પણ ખોરવાયો.

દ્વારકાની વાત કરીએ તો, ત્યાં પણ બિપોરજોયનો કહેર જોવા મળી રહ્યો છે, વાવાઝોડાને કારણે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવા ઉપરાંત બજારમાં વિશાળ હોર્ડિંગ્સ અને દુકાનના સેટ પણ ફંગોળાયા હોવાની ઘટના સામે આવી. ભારે પવન ફુંકાતા તબાહીની જે તસવીરો સામે આવી છે તે ખરેખર ડરામણી છે.

રસ્તા પર હોર્ડિંગ્સ અને પતરાના સેડના ઢગલા થઇ ગયા છે અને બિપોરજોય વાવાઝોડાનું તાંડવ જોવા મળી રહ્યુ છે. ભુજના મઢુંલી પાસે તો 3 કેબીનો ફંગોળાયાની ઘટના બની, તો ભુજ-નખત્રાણા હાઉવે પર અનેક વૃક્ષ ધરાશાયી થયાની ઘટના સામે આવી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina