પાકિસ્તાનની હાર બાદ ક્યૂટ ગર્લ થઇ નારાજ, બોલી… “એક જ દિલ છે કેટલી વાર તોડશો.. થાકી ગઈ છું હવે…”, વીડિયો વાયરલ

“અમારા અરમાનોને પગ નીચે કચડી નાખવામાં આવૅ છે. હું થાકી ગઈ છું પાકિસ્તાની ટીમથી….” ક્યૂટ પાકિસ્તાની ફેન્સનું રિએક્શન થયું વાયરલ, જુઓ

Cute fan upset over Pakistan’s defeat : હાલ અમેરિકામાં ટી 20 વર્લ્ડકપની શરૂઆત થઇ ગઈ છે અને દુનિયાભરની ટીમો વર્લ્ડકપમાં પોતાનું શ્રેષ્ઠ પરિણામ આપવા મહેનત પણ કરી રહી છે, ત્યારે 6 જૂનના રોજ પાકિસ્તાન અને USA વચ્ચે શાનદાર મેચ યોજાઈ હતી.  આ મેચ એટલી રોમાંચક બની ગઈ કે મેચનો નિર્ણય સુપર ઓવર સુધી પહોંચી ગયો હતો અને USAની ટીમે સુપર ઓવરમાં આ મેચ જીતી લીધી હતી. પાકિસ્તાનની હાર બાદ ટીમના સમર્થકો ખેલાડીઓથી ખુબ જ નારાજ જોવા મળી રહ્યા છે.

ત્યારે હાલ એવી જ ક્યૂટ પાકિસ્તાની ફેનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જે પાકિસ્તાની ટીમ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહી છે. અમેરિકા સામે પાકિસ્તાનની મેચ હાર્યા બાદ નિરાશ થયેલા આ ક્યૂટ ફેન, ટેક્સાસના ગ્રાન્ડ પ્રેઇરી સ્ટેડિયમમાં પાકિસ્તાન vs યુએસએ મેચ જોયા બાદ બાબર આઝમની ટીમને ખરી ખોટી સંભળાવી અને કહ્યું કે, “હવે કેટલું મોટું દિલ કરીએ ? એક જ દિલ છે કેટલીવાર તોડશો ?”

આ ક્યૂટ ચાહકે કહ્યું, “મારી ટીમ અને સંસ્થાને મારી વિનંતી છે. અમે સીધા લોકો છીએ પરંતુ તમે લોકો કેમ સાંભળી શકતા નથી? આ ક્યાં સુધી ચાલશે? હું ખરેખર કંટાળી ગઈ છું. તમે લોકોએ તેને એક મજાકની રીતે લીધું છે. અમારા દિલને કેવી રીતે મોટું કરી શકીએ? એક જ દિલ છે કેટલીવાર તોડશો ? તોડી તોડીને ખતમ કરી નાખ્યું છે.  ચકનાચૂર કરી નાખ્યું છે. જીતો છો ઓછા અને હારો છો વધારે, અમે તો હંમેશા તમારા સમર્થનમાં હાજર રહીએ છીએ, પરંતુ શું તમે પર્ફોમન્સ બતાવશો ?”

તમે દર વખતે હવાઓમાં વાતો કરો છો, હવે તો મને સાચે લાગી રહ્યું છે કે તમે બસ બહાર ફરો છો. અમારા અરમાનોને પગ નીચે કચડી નાખવામાં આવૅ છે. હું થાકી ગઈ છું પાકિસ્તાની ટીમથી.  મારી ટીમ અને સંગઠનને બસ એટલી વિનંતી છે. અમે બૂમો પાડીએ છીએ પરંતુ તમે સાંભળતા કેમ નથી ? ક્યાં સુધી આમ ચાલતું રહેશે ? મને સાચે જ લાગે છે કે તેમને આ બધું મઝાક સમજી લીધું છે.

Previous Article

અમરિકાના જંગલોમાં ગુજરાતની કોકીલકંઠી કિંજલ દવેએ પ્રાણીઓ સાથે ક્લિક કરાવી તસવીરો, ચાહકો થઇ ગયા ફિદા.. જુઓ તમે પણ

Next Article

ટી-20 વર્લ્ડકપની પહેલી મેચમાં હાર્દિક પંડ્યાએ શુભમન ગિલ સાથે કર્યું અશોભનીય વર્તન ? વાયરલ વીડિયો જોઈને ગુસ્સે ભરાયા ચાહકો

error: Protected Content!