વાયરલ

સલૂનમાં વાણંદે વગાડ્યું એવું ગીત કે ગ્રાહક ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો, વીડિયો થઇ ગયો વાયરલ, તમે પણ જુઓ

સોશિયલ મીડિયાની અંદર ઘણા વીડિયો વાયરલ થતા હોય છે,કેટલાક વીડિયો જોઈને આપણે નવાઈ પણ પામીએ છીએ અને ઘણા વીડિયો જોઈને આપણને હસવું પણ આવે છે, પરંતુ હાલમાં જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે એ જોઈને તમને પણ હસવું આવશે.

મોટાભાગે આપણે જ્યા સલૂનમાં વાળ કપડાવવા કે દાઢી કરાવવા માટે જઈએ છીએ ત્યારે વાણંદ સલૂનમાં ગીતો વગાડતા હોય છે. પરંતુ આ વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોવા મળ્યું કે એક ભાઈ સલુનમાં જાય છે અને એક ગીત વાગે છે અને તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી જાય છે.


વાણંદ “કૈસા સિલા દિયા” ગીત વગાડે છે અને તે ભાઈ સેવિંગ કરાવવાના બદલે ટેબલ ઉપર માથું મૂકીને રડવા લાગી જાય છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ મજેદાર વીડિયોને લોકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે.

ફેસબુકમાં એક પેજ દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેની સાથે કેપશનમાં લખવામાં આવ્યું છે, “સલૂન વાળાને વિનંતી છે કે આવા ગીતો ના વગાડ્યા કરો.” જુઓ તમે પણ આ મજેદાર વીડિયો