હાય રબ્બા ! iPhone પર ફોડ્યુ ઇંડું અને માર્યો હથોડો… વીડિયો જોઇ ભડકેલા યુઝર્સે ઇન્ફ્લુએન્સરની લગાવી દીધી ક્લાસ – જુઓ વીડિયો
iPhone આજકાલ લોકોની કમજોરી બની ગયો છે, જેની પાસે હોય તે ખુશ હોય છે પણ જેની પાસે નથી હોતો અથવા તો તે ખરીદી નથી શકતા તેમના માટે iPhone આજે પણ કોઇ સપનાથી કમ નથી. જો તમારી પાસે iPhone છે અથવા તો તમને iPhone પસંદ છે તો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જે તમને દુખી કરી શકે છે. એક ઇન્ફ્લુએન્સરે iPhone સાથે એવો એક્સપરીમેન્ટ કર્યો કે જે જોઇ કોઇ પણ પરેશાન થઇ શકે છે.
કદાચ જ કોઇ પોતાના મોંઘા મોબાઇલ સાથે આવું કરવાની હિંમત કરી શકે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં એક ઇન્ફ્લુએન્સર પોતાના આઇફોન પાછળ ઇંડુ મૂકે છે અને તેના પર ટ્રાન્સપરન્ટ કવર લગાવી ઇંડુ ફોડવામાં આવ્યુ અને આ પછી હથોડી મારવામાં આવી. બાફેલા ઈંડાને છીલકા સાથે સેટ કર્યા પછી તમે વીડિયોમાં જોશો કે તે બિલકુલ ફોન કવર જેવું લાગે છે. કન્ટેન્ટ ક્રિએટર દ્વારા આ વીડિયો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ @scottsreality_ig પર શેર કરવામાં આવ્યો છે. જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોને અત્યાર સુધીમાં 6 લાખથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. આ વીડિયો પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- કોઈનું સપનું કોઈનું રમકડું છે. અન્ય એક યુઝરે લખ્યું- ખોરાકનો બગાડ કરવાનો શું અર્થ છે. આજકાલ લોકો વ્યુ માટે કંઈ પણ કરી રહ્યા છે. અન્ય એક યુઝરે લખ્યું- iPhone છે કે Eggphone ?
View this post on Instagram