લારી પર વેચાતી જોવા મળી સૂકી મેગી, વીડિયો થયો વાયરલ, જેણે પણ જોયુ એ રહી ગયા હેરાન
મેગી ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે, તે ઝડપથી બનાવવા ઉપરાંત સ્વાદિષ્ટ પણ હોય છે. હવે મેગી સ્ટ્રીટ ફૂડમાં પણ જગ્યા બનાવી રહી છે. મેગી સાથે અનેક ફૂડ એક્સપરિમેન્ટ પણ જોઇ શકાય છે. ક્યારેક કોઇ ફેન્ટા મેગી બનાવે છે તો ક્યારેક આઈસ્ક્રીમ મેગી…આ બધા એક્સપરીમેન્ટ તો ઠીક છે પણ હાલમાં ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જે જોઈને યુઝર્સ આશ્ચર્યચકિત થઈ રહ્યા છે.
તમે ઘણીવાર લોકોને શાકભાજી, ફળો અને નાસ્તો લારી પર વેચતા જોયા હશે. પરંતુ જો દુકાનમાં મળતી મેગી આ રીતે લારી પર વેચાય તો ? નવાઇ લાગી ને…હાલમાં આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને 52 મિલિયનથી વધુ વ્યુઝ મળ્યા છે અને 9 લાખથી વધારે લોકોએ વીડિયોને લાઇક કર્યો છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર ચટોરે બ્રધર્સ નામના હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે.
વિડિયોમાં લારી પર વેચતા સ્ટ્રીટ વેન્ડરને બતાવવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયો પર લોકો અલગ અલગ કોમેન્ટ કરી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું- કદાચ આ મેગી એક્સપાયર થઈ ગઈ હશે. બીજાએ લખ્યું- આ એક્સપાયર્ડ મેગી છે, કૃપા કરીને તેનો ઉપયોગ કરશો નહીં. જ્યારે અન્ય એકે લખ્યું- ડસ્ટ ફ્લેવર ઇઝ ફ્રી.
View this post on Instagram