કોલ્ડ ડ્રિંક પીવાવાળા સાવધાન ! નકલી Coca-Cola બનાવવાનો વીડિયો થયો વાયરલ- જુઓ મિલાવટખોરોનો કાળો ધંધો, પાણીમાં ફૂડ કલર ભેળવી…

માર્કેટમાં વેચાઇ રહી છે ડુપ્લીકેટ Coca-Cola ? Coca-Cola ના નકલી કોલ્ડ ડ્રિંક બનાવતા જોવા મળ્યા લોકો- વીડિયો થયો વાયરલ

હવે ઉનાળાની સિઝન આવી ગઈ છે અને ઠંડા પીણાનું વેચાણ પણ જોરશોરથી શરૂ થઈ ગયું છે. જો કે લોકો જાણે છે કે કોલ્ડ ડ્રિંક્સ પીવાના સ્વાસ્થ્યની દૃષ્ટિએ ઘણા ગેરફાયદા છે, તેમ છતાં ઘણા લોકો તેને પીવાનું ટાળતા નથી. ઉનાળામાં લોકો તેને ખૂબ એન્જોય કરે છે. પરંતુ જો એવું કહીએ કે બજારમાં ડુપ્લીકેટ કોલ્ડ ડ્રિંક્સ પણ મળે છે તો ? આ જાણીને ચોક્કસ તમે પણ ચોંકી જશો. જી હા આ બિલકુલ સાચું છે.

ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ફેક્ટરીમાં નકલી કોકા-કોલા બનાવવામાં આવી રહી હોવાનું જોવા મળી રહ્યુ છે. વીડિયોમાં એક વ્યક્તિ પાણીથી નકલી કોકા-કોલા તૈયાર કરી રહ્યો છે અને પછી બોટલમાં ભરી રહ્યો છે. ત્યાં પાછળ એક વ્યક્તિ મશીન વડે બોટલનું પેકેજિંગ કરી રહ્યો છે.

આ પછી બોટલ પર નકલી સ્ટીકર લગાવીને તેને એવી રીતે તૈયાર કરવામાં આવી રહી છે જાણે તે અસલી કોકા-કોલા હોય. લોકો આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરી રહ્યા છે. જો કે, આ વીડિયો ક્યારે અને ક્યાં શૂટ કરવામાં આવ્યો છે તેની કોઇ પુષ્ટિ થઈ નથી. આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર somoynews_tv નામના હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે, જેને લાખો યુઝર્સે લાઈક કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by SOMOY TV (@somoynews_tv)

આ વીડિયો જોઈને સૌ કોઇ ચોંકી ગયા છે. ઘણા લોકોએ આ અંગે કોમેન્ટ પણ કરી છે. ઘણા યુઝર્સનું માનવું છે કે આ કારણે જ કોલ્ડ ડ્રિંક પીધા પછી બોટલને હમેશા ક્રશ કરી દેવી જોઈએ. આ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખવામાં આવ્યુ છે- “નકલી કોલ્ડ ડ્રિંક મેન્યુફેક્ચરિંગ યુનિટ. તમે જોઈ શકો છો કે શું થઈ રહ્યું છે. લોકો કેવી રીતે બીજાના જીવન સાથે રમે છે.”

Shah Jina
error: Unable To Copy Protected Content!