કાગડાએ ભણાવ્યો માણસોને પાઠ, ગમે ત્યાં કચરો નાખતા લોકો કાગડા પાસેથી શીખી લો આ વાત, જુઓ કેવી રીતે તેને ખાલી બોટલ ડસ્ટબિનમાં નાખી
Crow threw the bottle into the dustbin : દુનિયાના સૌથી બુદ્ધિશાળી પ્રાણીઓમાં માણસ સૌથી ઉપર છે. છતાં પણ માણસ ઘણીવાર એવા એવા કામ કરતો હોય છે કે માણસાઈ પણ શર્મસાર થાય, પ્રકૃતિને પણ માણસો જ બગાડતા આવ્યા છે જ્યાં ત્યાં કચરો નાખીને, ત્યારે હાલ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક કાગડાને માણસોને સ્વચ્છતાનો પાઠ ભણાવતા જોવા મળી રહ્યો છે. આ કાગડો માણસ દ્વારા ફેંકવામાં આવેલી ખાલી બોટલને ડસ્ટબીનમા નાખે છે.
કાગડાએ ભણાવ્યો માણસોને પાઠ :
કુદરત ઘણી વખત સંકેત આપીને આપણને ઘણી બાબતો સમજાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ આપણે તેની અવગણના કરીએ છીએ. જો કે, કેટલાક લોકો તેમાંથી શીખે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જે ઘણું શીખવી રહ્યો છે. આ વિડીયો જવાબદારીઓનું ભાન પણ કરાવે છે. આ વીડિયો એક કાગડાનો છે, જે પાર્કમાં પડેલી બોટલ ઉપાડે છે અને ડસ્ટબીનની શોધમાં ભટકતો હોય છે અને અંતે ડસ્ટબીન સુધી પહોંચે છે.
ડિસબિનમાં નાખી બોટલ :
આ વીડિયોને ટ્વિટર પર Tasung Yegen @TansuYegen એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. કેપ્શનમાં લખ્યું છે- ‘આ કાગડા જેવા બનો’. માત્ર 30 સેકન્ડની આ ક્લિપ ઘણું બધું શીખવી જાય છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે પાર્કમાં ઘણા લોકો છે. ત્યારે એક કાગડો ત્યાં આવે છે. તેની ચાંચમાં પ્લાસ્ટિકની ખાલી બોટલ છે. આ બોટલને મોંમાં પકડીને તે આમતેમ જુએ છે. કદાચ તે ડસ્ટબિન શોધી રહ્યો છે.
Be like this raven😊 pic.twitter.com/fyMhMqBWQJ
— Tansu YEĞEN (@TansuYegen) July 20, 2023
લોકો પણ રહી ગયા હેરાન :
જેના બાદ તે ડસ્ટબિન પર બેસે છે અને તેની ચાંચમાં ભરાવેલી ખાલી બોટલને તે ડસ્ટબીનના ખાનામાં ખુબ જ કાળજી પૂર્વક ફેંકી દે છે. કચરો નાખતા જ તે ત્યાંથી ઉડી જાય છે. કાગડો જે પ્રકારનું કામ કરે છે તે ખરેખર ઉપદેશક છે. તે માણસોએ આમાંથી વધુ શીખવાની જરૂર છે, જેઓ ગમે ત્યાં કચરો ફેંકે છે. જ્યારે અબોલ જીવ આ સમજી શકે છે, ત્યારે માનવીએ તેને શીખવાની ટેવ પાડવી જોઈએ. હાલ આ વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.