ફૂડ ડિલિવરી કરવા આવી રહ્યું હતું ડ્રોન પણ આપણા કાગડા ભાઈને પસંદ ના આવ્યું, પછી કરી દીધો એવો હુમલો કે વીડિયો જોઈને હેરાન રહી જશો

ફૂડ ડિલિવરી કરવા આવેલા ડ્રોનની કાગડાએ કરી એવી હાલત કે આખી ઘટના થઇ ગઈ કેમેરામાં કેદ, જુઓ વીડિયો

આજે ટેક્નોલોજી ખુબ  જ આગળ વધી ગઈ છે અને આજે દરેક ક્ષેત્રોમાં પ્રગતિ પણ થતી જોવા મળી રહી છે. માણસે જેની કલ્પના પણ નહોતી કરે તે વસ્તુઓ આજે સંભવ બની ગઈ છે. ત્યારે આજે મોટાભાગના લોકો સ્માર્ટફોન વાપરે છે અને તેના દ્વારા જ ફૂડ ડિલિવરી એપ્લિકેશન દ્વારા પોતાના ભાવતા ભોજનિયાં ઘરે બેઠા બેઠા જ મંગાવી શકે છે.

કોરોના સમયમાં જયારે માણસો ઘરની બહાર નહોતા નીકળી શકતા ત્યારે ફૂડ ડિલિવરી કરવા માટે ડ્રોનનો સહારો લેવામાં આવ્યો હતો અને ડ્રોન દ્વારા ઘણા દેશોમાં ફૂડ ડિલિવરી આજે પણ ચાલુ જ છે. ત્યારે ભારતમાં પણ ડ્રોન દ્વારા ડિલિવરી ટૂંક સમયમાં ચાલુ થઇ જાય તો કોઈ નવાઈ નથી. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં હજારો ડ્રોન આકાશમાં ઉડતા જોવા મળે તો તે મોટી વાત નથી.

પરંતુ એક મોટો ખતરો છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ડ્રોનના કારણે પક્ષીઓ જોખમમાં આવી શકે છે. કારણ કે તેઓ તેમના અવાજથી ડરી શકે છે. તેમની સાથે અથડાવાથી ઘાયલ થવાનો ભય છે. પરંતુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં માત્ર એક કાગડો ડ્રોન સાથે ઉડવા લાગે છે. આ વીડિયો ઓસ્ટ્રેલિયાનો હોવાનું કહેવાય છે અને લગભગ બે વર્ષ જૂનો છે પરંતુ ફરી એકવાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ધ સનના એક અહેવાલ અનુસાર, કેનબેરામાં બેન્જામિન એન્થોની રોબર્ટ્સે તેની કોફી એર ડિલિવરી દ્વારા ઓર્ડર કરી હતી, ત્યારબાદ તે તેના ઓર્ડરની રાહ જોઈ રહ્યો હતો જ્યારે તેણે બારીમાંથી જોયું કે એક કાગડો તેના ઘરે આવતા ડ્રોન પર હુમલો કરે છે. કાગડો તેની ચાંચ વડે તે ડ્રોન પર વારંવાર હુમલો કરી રહ્યો છે. તે તેની સાથે ઉડવાની કોશિશ પણ કરે છે. આ વીડિયો હવે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel