ઠંડીમાં થરથરી રહેલા કાગડાની આ વ્યક્તિએ કરી એવી મદદ કે વીડિયો તમારું પણ દિલ જીતી લેશે, જુઓ

શિયાળાનો માહોલ ચાલુ છે અને થીજવી નાખે તેવી ઠંડી સર્વત્ર પડી રહી છે. ત્યારે જે જગ્યાએ બરફ પડે છે એવા વિસ્તરોમાં ઠંડીમાં લોકોની હાલત કેવી થતી હશે તે આપણે કલ્પી શકીએ છીએ, જો કે માણસો આ ઠંડી સામે રક્ષણ મેળવવા માટે કોઈને કોઈ રસ્તો તો શોધી જ લેતા હોય છે, પરંતુ પ્રાણીઓ અને પશુ પક્ષીઓનું શું થતું હશે? તેમને પણ ઠંડી તો લાગતી જ હશે ને ?

સોશિયલ મીડિયા ઉપર હાલ એક ખુબ જ સુંદર વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સાચી માનવતા વ્યક્ત થતી જોવા મળી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર યુઝર્સનું દિલ પણ જીતી રહ્યો છે. વીડિયોની અંદર એક વ્યક્તિ કાગડાને ઠંડીથી બચાવવા માટે એક સુંદર તકનીક અપનાવતો જોવા મળી રહ્યો છે.

વાયરલ વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે એક કાગડો ઠંડીમાં થર થર કંપી રહ્યો છે, આ કાગડાને એટલી ઠંડી લાગતી હતી કે તે એવી જગ્યાએ આવીને પહોંચી ગયો જ્યાં એક વ્યક્તિ આગ પ્રગટાવીને બેઠો હતો. જેના બાદ કાગડો પણ આગ પાસે બેસીને ગરમી લેવાનો પ્રયત્ન કરી રહ્યો છે.  પરંતુ ઠંડી જ એટલી વધારે હતી કે કાગડો કંપવા જ લાગ્યો, જેને તાપણા પાસે બેઠેલા વ્યક્તિ પણ જોયું.

આ વ્યક્તિ કાગડા પાસે જાય છે, અને તેને એક નાનું કપડું લઈને તેને ઓઢાડી દે છે. હેરાન કરનારી વાત તો એ છે કે કાગડો પણ શાંતિથી બેઠો છે. જયારે સામાન્ય રીતે આપણે જોઈ છીએ કે માણસના નજીક જતા જ પક્ષીઓ ઉડી જતા હોય છે. ઠંડીના કારણે કાગડો પણ ત્યાં બેસવા મજબુર બને છે. વાયરલ વીડિયોને જોઈને લોકો તે વ્યક્તિની ખુબ જ પ્રસંશા કરી રહ્યા છે.

Niraj Patel