સુપર ડાન્સર-4ના સેટ ઉપર થયું શિલ્પા શેટ્ટીનું ભવ્ય સ્વાગત…ઈમોશનલ થઇ અભિનેત્રી, આરતી ઉતારીને પગે લાગી

ગંદી ફિલ્મો આરોપમાં પતિ જેલમાં અને પત્ની શિલ્પા ફરી કામ પર પાછી ફરી, જુઓ આરતી ઉતારીને પગે લાગી

બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુન્દ્રા હાલ ગંદી ફિલ્મો બનાવવાના આરોપસર જેલની અંદર છે, ત્યારે આ દરમિયાન અભિનેત્રી શિલ્પા શેટ્ટી પણ પોતાને પોઝિટિવ રાખવાના તમામ પ્રયત્નો કરતી જોવા મળી રહી છે. ત્યારે હાલમાં શિલ્પા શેટ્ટી “સુપર ડાન્સર ચેપ્ટર 4″ના સેટ પર પરત ફરી છે. થોડાં દિવસ પહેલાં જ શિલ્પા સેટ પર જોવા મળી હતી.

18 ઓગસ્ટના રોજ શિલ્પા શેટ્ટીએ શો માટેનું શૂટિંગ કર્યું. ખબરો એવી પણ આવી રહી છે કે સેટ ઉપર શિલ્પાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. જેને જોઈને અભિનેત્રી પણ ખુબ જ ભાવુક થઇ ગઈ હતી.  મીડિયા રિપોર્ટ દ્વારા જાણવા મળ્યું છે કે સુપર ડાન્સર 4 સેટ ઉપર ટીમ, જજ અને સ્પર્ધકોએ શિલ્પનાઉં ભવ્ય વેલકમ કર્યું હતું.

સેટ ઉપર શિલ્પાના થયેલા આ વેલકમને જોઈને તે ઈમોશનલ પણ થઇ ગઈ હતી. શિલ્પાની આંખોમાં આંસુઓ પણ આવી ગયા હતા. જેના બાદ સુપર ડાન્સરની ટીમે શિલ્પાને મનાવી અને તેમને દિલાસો પણ આપ્યો હતો. શોમાં પરત ફર્યા બાદ શિલ્પા તેના જુના ફોર્મમાં પરત આવી. શિલ્પા શેટ્ટીએ સ્પર્ધકોની પ્રસંશા પણ કરી. આ ઉપરાંત તેની સિગ્નેચર સ્ટાઈલમાં સ્પર્ધકોના પર્ફોમન્સ ઉપર કોમેન્ટ કરતી પણ જોવા મળી.

આ બધા વચ્ચે જ સ્પર્ધક અર્શિયાએ વૈષ્ણોદેવી ઉપર એક શાનદાર ડાન્સ કર્યો. જેનાથી શિલ્પા ખુબ જ પ્રભાવિત થઇ હતી અને તેના ચરણ સ્પર્શ પણ કરી લીધા હતા. શિલ્પાએ જણાવ્યું હતું કે, “હું માતા દુર્ગાની ખુબ જ ઉત્સાહ સાથે પૂજા કરું છું. હું ખુબ જ આધ્યાત્મિક છું અને મા દુર્ગાના પ્રત્યે ખુબ જ શ્રદ્ધા રાખું છું.”

શિલ્પાએ આગળ જણાવ્યું કે, “મને એકવાર માતા વૈષ્ણોદેવીના મંદિરમાં જવાનો મોકો મળ્યો હતો, ત્યાં મને ખુબ જ શાંતિ અને પ્રેરણાદાયક અનુભવ મળ્યો. અર્શિયાનો આ ડાન્સ જોઈને હું તેના માટે કંજક પૂજા પર્ફોમ કરવા ઈચ્છું છું.” અર્શિયાનું ડાન્સ પર્ફોમન્સ જોઈને બધા જ જજ પણ ખુબ જ ખુશ થઇ ગયા હતા.

Niraj Patel