આ આર્ટિસ્ટની કલાકારી જોઈને સલામ કરવાનું મન થશે..પાણીમાં વહેતા બરફ પર બનાવી લીધું સુંદર છોકરીનું પોટ્રેટ, જુઓ વીડિયો

આ કલાકારની કારીગરી જોઈને તો લોકોએ પણ પોતાના દાંત નીચે આંગળા દબાવી દીધા, વીડિયો જોઈને તમે પણ કહેશો.. “ગજબનો ટેલેન્ટ છે !”

દુનિયાભરમાં ઘણા બધા એવા લોકો હોય છે જે પોતાની કલાકારી દ્વારા લોકોનું દિલ જીતી લેતા હોય છે. વળી આજે તો જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયામાં લોકો પોતાના ટેલેન્ટને બતાવતા રહે છે. ત્યારે એવા ઘણા વીડિયો પણ જોયા હશે જેમાં તમને કલાકારની કલાકારી જોઈને સલામ કરવાનું મન થાય.

હાલ પણ એવા જ એક કલાકારનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેણે પોતાની કલાકારી દ્વારા લોકોના દિલ જીતી લીધા છે. વાયરલ થઈ રહેલા આ અદ્ભુત વીડિયોમાં એક વ્યક્તિ પાણી પર તરતી બરફની ચાદર પર પોટ્રેટ બનાવતો જોઈ શકાય છે. જેને જોઈને લોકોએ પોતાના દાંત નીચે આંગળ દબાવી દીધા.

આ વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ અનોખા કારનામા કરતા પેઈન્ટિંગ્સ બનાવતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક કલાકાર બર્ફીલા સ્થળે પાણીમાં તરતી બરફની મોટી શીટ પર કોલસાથી પેઇન્ટિંગ કરીને પોટ્રેટ બનાવી રહ્યો છે. ઈન્ટરનેટ પર દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહેલો આ વીડિયો સધર્ન ફિનલેન્ડનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં દેખાતા આ કલાકારનું નામ ડેવિડ પોપા જણાઇ રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by D A V I D P O P A (@david_popa_art)

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર david_popa_art નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે, જેને યુઝર્સ ખૂબ જોઈ રહ્યા છે અને પસંદ પણ કરી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 10 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે 24 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે, જેમાં એક વ્યક્તિ પાણી પર તરતા બરફ પર પોટ્રેટ બનાવતો જોવા મળી રહ્યો છે. આ અનોખી કળાના યુઝર્સ પણ દિવાના થઈ ગયા છે અને વીડિયોના વખાણ કરતા થાકતા નથી.

Niraj Patel