ખબર

કોરોના વેક્સિન: ભારતમાં વેક્સિનની ગંભીર આડઅસરનો આરોપ મૂકી 5 કરોડનું વળતર માંગ્યું

પહેલીવાર ભારતમાં કોવિડની વેક્સિન કોવીશીલ્ડની ગંભીર આડઅસરનો આરોપ મુક્યો છે. ‘કોવીશીલ્ડ’ નામની વેક્સિનનું હ્યુમન ટ્રાયલ લેનાર માણસને ખરાબ રીતે સાઈડ ઈફેક્ટ થઈ ગઈ છે એમ જણાવી તેણે ફાર્મ કંપની જોડેથી 5 કરોડના વળતરની માંગ કરી છે.

Image Source

આ વ્યક્તિની ઉમર 40 વર્ષછે અને તેમણે ચેન્નઈમાં હ્યુમન ટ્રાયલ લીધું હતું. આ વ્યક્તિએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને નોટિસ ફટકારી છે. આ ભાઈએ ફરિયાદમાં ખુલાસો કર્યો કે ફોકસમાં, યાદશક્તિમાં, નવી વસ્તુ શીખવામાં, નિર્ણય લેવામાં અને રોજિંદા વર્ક તકલીફ પડી રહી છે.

Updates:  સીરમ ઇન્સ્ટિટ્યૂટે રસીથી બીમાર થવાનો દાવો કરનાર પર 100 કરોડનો કેસ કર્યો: ‘ઇન્ડિયા ટુડે’ ના અહેવાલ અનુસાર સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયનાએ કોરોના વાઇરસની વૅક્સિન કોવિશિલ્ડના પરીક્ષણમાં ભાગ લેનારી વ્યક્તિ સામે 100 કરોડનો માનહાનીનો કેસ કર્યો છે અને નિવેદનમાં કહ્યું કે ’નોટીસમાં લગાવવામાં આવેલા આરોપ દુભર્વિનાપૂર્ણ અને ખોટા છે. સીરમ ઇંસ્ટીટ્યૂટ ઓફ ઇન્ડીયા ઉક્ત વ્યક્તિની ચિકિત્સા સ્થિત પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે, પરંતુ રસીના ટેસ્ટની તેની સ્થિતિ સાથે કોઇ સંબંધ નથી.