...
   

શા કારણે યુવાનોમાં વધી રહ્યા છે હાર્ટ એટેકના મામલા ? શું કોવિડ વેક્સીન તો નથી ને કારણ ? આખરે થઇ જ ગયો સૌથી મોટો ખુલાસો

શું કોરોના વેક્સીન લીધી એટલે લોકો હાર્ટ એટેકથી મરી રહ્યા છે? આખરે ખબર પડી જ ગઈ અંદરની વાત, જાણો

Covid vaccine responsible for heart attacks ? : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના મામલાઓમાં સતત ઉછાળો આવ્યો છે, ખાસ કરીને યુવાનોને મોટા પ્રમાણમાં હાર્ટ એટેક આવી રહ્યા છે અને કોરોના બાદ તો આ મામલાઓ સતત વધી રહ્યા છે. અત્યાર સુધી ઘણા યુવાનોએ હાર્ટ એટેકના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે, તો એવી અફવા પણ ફેલાતી રહે છે કે કોરોના વેકિસનના કારણે લોકોમાં હાર્ટ એટેકના મામલાઓ સતત સામે આવી રહ્યા છે, ત્યારે આ મામલે હવે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે.

વિધાનસભામાં પ્રશ્નોત્તરી :

આ મામલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કોવીડના વેક્સીનના કારણે યુવાનોને હાર્ટ એટેક આવવાની વાતને પાયા વિહોણી અને સત્યથી વેગળી ગણાવી છે. તેમને જણાવ્યું કે રસીકરણની દવાની કોઈ આડઅસર નથી, દેશના નાગરિકોને 250 કરોડથી વધુ રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. ગુજરાતમાં વિધાનસભામાં સત્ર ચાલી રહ્યું છે. આ દરમિયાન જ પ્રશ્નોત્તરી કાળથી વિધાનસભા સત્રની શરૂઆત થઈ હતી, જેમાં કોરોના હાર્ટ એટેકનો મુદ્દો પણ ગુંજ્યો હતો.

કોવીડ વેક્સીન હાર્ટ એટેક માટે જવાબદાર :

ત્યારે આરોગ્યમંત્રીને સવાલ પૂછવામાં આવ્યો કે “શું કોવિડ વેક્સિનેશનના કારણે યુવાનોના હાર્ટ એટેકના બનાવો વધ્યા?’ . જેના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે, કોરોનાની રસીની આડ અસરથી યુવાનોમાં હાર્ટ એટેકની વાત એકદમ પાયાવિહોણી છે. કોરોનાની વેક્સિનની કોઈપણ આડઅસર થઈ નથી. અગાઉ તેમેને જણાવ્યું હતું કે, “‘હાર્ટ એટેકના વધતાં કેસો વચ્ચે એવો અભિગમ ઉભો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે કોવિડ વેક્સિનેશનના કારણે આવું થઈ રહ્યું છે. પરંતુ આ વાતમાં સહેજ પણ તથ્ય નથી.”

આરોગ્યમંત્રીએ આપ્યા આ કારણ :

તેમને એમ પણ જણાવ્યું હતું કે, “વિશ્વભરમાં કોરોના માટે જેટલી પણ વેક્સિન શોધવામાં આવી, તેમાં સૌથી સારી અને સુરક્ષિત આપણી વેક્સિન જ છે. આપણી વેક્સિન લગભગ 79 દેશોમાં આપવામાં આવી છે. પરંતુ ક્યાંથી આવા સમાચાર સામે આવ્યા નથી. તેમને જણાવ્યું હતું કે જંકફૂડ, લાઈફસ્ટાઈલ, વધતાં પેસ્ટીસાઈડનો ઉપયોગમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વધારો અને રહેણીકરણીમાં આવેલા મોટા ફેરફાર પણ જવાબદાર છે.”

Niraj Patel