વરમાળા સમયે દુલ્હાએ કરી દીધી સ્ટેજ પર એવી ડિમાન્ડ કે શરમથી લાલ થઇ ગઇ દુલ્હન, જુઓ વીડિયો

વરમાળા માટે તૈયાર હતી દુલ્હન, દુલ્હાએ બધાની સામે કરી દીધી આવી ડિમાન્ડ, પછી જે થયુ…

ના…ના… સ્ટેજ પર વરમાળા માટે ઊભી હતી દુલ્હન, ત્યારે જ દુલ્હાએ કરી એવી ડિમાન્ડ કે શર્મશાર થઇ ગયા બધા લોકો

આ સમયે લગ્નની સિઝન ચાલી રહી છે, ચારે બાજુ બેન્ડબાજાની ધૂમ છે. સોશિયલ મીડિયા પર ઘણા લગ્નના વીડિયો પણ વાયરલ થઇ રહ્યા છે. લોકોને પણ આવા વીડિયો ઘણા પસંદ આવી રહ્યા છે. જો કે, ઘણા વીડિયો એવા હોય છે કે જેને જોઇને હસી કંટ્રોલ ન થાય તો ઘણા એવા હોય છે કે જોઇને આપણે પણ શરમાઇ જઇએ.

વરમાળા સમયે દુલ્હાએ દુલ્હન પાસે કરી કિસની ડિમાન્ડ

હાલમાં આવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં દુલ્હો સ્ટેજ પર વરમાળા સમયે દુલ્હન પાસે એવી ડિમાન્ડ કરે છે કે જેને સાંભળી દુલ્હન શકમાઇ જાય છે અને અહીં સુધી કે દુલ્હન એ ડિમાન્ડ ન પૂરી કરે ત્યાં સુધી દુલ્હો તેના હાથે વરમાળા પણ નથી પહેરતો. દુલ્હો દુલ્હન પાસે કિસની ડિમાન્ડ કરે છે.

શર્મથી લાલ થયેલી દુલ્હનના કિસ કર્યા બાદ જ દુલ્હાએ પહેરી વરમાળા

વીડિયોમાં જોઇ શકાય છે કે આ પછી દુલ્હન શરમાઇ જાય છે અને આજુબાજુના લોકો પણ હેરાન રહી જાય છે, પણ દુલ્હો તેની જિદ પર અડેલો રહે છે. બાદમાં દુલ્હનને દુલ્હાની જિદ માનવી પડે છે અને તે બધાની સામે દુલ્હાને કિસ કરે છે. આ પછી દુલ્હો ઘૂંટણ પર બેસે છે અને દુલ્હન તેને વરમાળા પહેરાવે છે. વીડિયો શેર કરતા યુઝરે લખ્યુ છે કે- જ્યાં સુધી દુલ્હાની ડિમાન્ડ પૂરી ના થઇ ત્યાં સુધી દુલ્હાએ દુલ્હનને વરમાળા ના પહેરાવવા દીધી.

લોકોએ આપી આવી પ્રતિક્રિયા

વાયરલ થઇ રહેલા આ વીડિયો પર લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.એકે લખ્યુ- આટલી પણ શું જલ્દી છે ? પ્રેમનો દેખાડો કરવો જરૂરી છે. ત્યાં બીજાએ લખ્યુ- દુનિયાભરના પાગલો ઇન્ડિયામાં જ મળે છે શું ? ત્યાં અન્ય એકે લખ્યુ- આજકાલ લગ્નને મજાક બનાવીને રાખી દીધા છે. તો બીજા એકે લખ્યુ- લગ્ન પહેલા દહેજ માગી રહ્યો છે.

Shah Jina