વારંવાર આવી રહેલા સ્પેમ કોલથી કંટાળેલી મહિલાએ અપનાવ્યો એવો જુગાડ કે કોલ કરવા વાળાને યાદ આવી ગઈ હશે નાની, જુઓ વીડિયો

વો સ્ત્રી હે, કુછ ભી કર શકતી હે… સ્પેમ કોલથી કંટાળીને એવું કર્યું કે કોલ કરવા વાળના કાનના તમરા બોલી ગયા હશે, જુઓ વીડિયો

Trick to avoid spam calls : આજે મોટાભાગના લોકો મોબાઈલ રાખતા હોય છે અને તેમાં પણ આજે જમાનો સ્માર્ટફોનનો છે. ત્યારે આપણા ડેટા ક્યાંય સિક્યોર નથી, અલગ અલગ કસ્ટમર કેર પાસે તમારો નંબર પહોંચી જ જાય છે અને તેના દ્વારા તમને વિવિધ જાહેરાતો માટેના કોલ પણ આવતા જ હોય છે. ત્યારે આવા કોલના કારણે ઘણા લોકો હેરાન પણ થતા હોય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં આવા સેમ્પ કોલ કરનારને એક મહિલા જબરદસ્ત પાઠ ભણાવે છે.

સ્પેમ કોલ કરનારને ભણાવ્યો પાઠ :

જો તમે પણ સ્પેમ કોલથી પરેશાન હોય અને ઘણા પ્રયત્નો પછી પણ અનિચ્છનીય કૉલ્સને રોકવામાં નિષ્ફળ રહ્યા છો, તો આ વાયરલ ટ્રીક તમારા માટે ઉપયોગી થઈ શકે છે. એક મહિલા સ્પેમ કૉલ્સથી એટલી કંટાળી ગઈ હતી કે તેણે કૉલ કરનારને પાઠ ભણાવવા માટે એક અદ્ભુત પરાક્રમ કર્યું.  તેણે સ્પામ કોલરનો કોલ રિસીવ કર્યો અને પછી મોબાઈલ પર સ્ટીલનું વાસણ મૂકીને એટલું વગાડ્યું કે સામા છેડે હેલ્લો કહેનારના કાનમાં ધુમાડા નીકળી ગયા હશે.

મહિલાએ અપનાવો ગજબનો જુગાડ :

આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચુક્યા છે અને પોતાના પ્રતિભાવ પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું- ફોનનો માઇક્રોફોન જ મરી જશે. બીજાએ કહ્યું – તે ખૂબ જ શક્તિશાળી શોધ છે. ત્રીજાએ કહ્યું- સ્પેમ કોલ બ્લોક કરવાની દેશી ટેકનિક. અન્ય યુઝર્સ આ ક્લિપ જોયા પછી તેમના હાસ્યને કાબૂમાં રાખી શકતા નથી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

કોલ કરનારના કાનમાં તમ રા બોલી ગયા હશે :

આ 11 સેકન્ડના વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે એક મહિલાને સ્પેમ કોલ આવે છે ત્યારે તે એક અનોખું પરાક્રમ કરી રહી છે. સ્પેમ કોલરનો કોલ આવતાની સાથે જ તે કોલ રિસીવ કરતી વખતે મોબાઈલને સ્ટીલના વાસણથી ઢાંકી દે છે. આ પછી, તે ચમચી વડે જોરશોરથી વાસણને વગાડવાનું શરૂ કરે છે. કોઈપણ વ્યક્તિ આ અવાજથી પરેશાન થઈ જશે. કદાચ મહિલાને લાગતું હશે કે આવું કરવાથી સ્પેમ કોલ કરનાર તેને ફરી ફોન નહીં કરે.

Niraj Patel