ચાલતી સ્કૂટી પર રોમાન્સનું વિન્ટર વર્ઝન વાયરલ, શોલમાં લપેટી એવી હરકત કરતુ જોવા મળ્યુ કપલ કે પાછળ પડી ગઇ પોલિસ- જુઓ વીડિયો

મુંબઇમાં ચાલતી સ્કૂટી પર કપલે કર્યો રોમાન્સ, વીડિયો વાયરલ થવા પર યુઝર્સ બોલ્યા- આવા લોકોનું કંઇ કરો ભાઇ !

બાઇક પર સ્ટંટ કરવાનો ક્રેઝ સૌથી વધારે યુવાઓ વચ્ચે જોવા મળે છે, પણ ઘણીવાર કપલ્સ પણ આનાથી પાછળ નથી હટતા. કોઇ પણ ગાડીને ચલાવતા સમયે સ્ટંટ કરવો જાનલેવા તો હોય છે, સાથે સાથે આના પર કાનૂની કાર્યવાહી સુધી પણ થઇ શકે છે. તો પણ બાઇક, સ્કૂટી કે કાર પર જાનલેવા સ્ટંટ કરતા લોકોને ઘણીવાર જોવામાં આવ્યા છે.

ચાલતી સ્કૂટી પર કપલનો રોમાન્સ

એક આવો જ વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક કપલ સ્કૂટી પર અશ્લીલ સ્ટંટ કરતા નજરે પડે છે. મુંબઇ અને બાંદ્રા રિક્લેમેશન રોડ પર બંનેએ આવું કરવાનો ખતરો મોડ લીધો. વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે એક યુવક સ્કૂટી ચલાવી રહ્યો છે અને તેની મહિલા પાર્ટનર આગળ ઊંધી દિશામાં બેઠી છે. એટલું જ નહિ, બંનેએ એક શોલથી પોતાને ઢાંકી રાખ્યા છે.

વીડિયો શેર કરી મુંબઈ પોલીસને કરવામાં આવી કાર્યવાહીની માંગ

આ કપલે જાનલેવા સ્ટંટ કરતા સમયે હેલ્મેટ પણ નહોતુ પહેર્યુ. આ કપલે જાહેરમાં દુનિયા સમક્ષ પોતાનો પ્રેમ દર્શાવ્યો છે. આ વિડિયો ટ્વિટર પર @bandrabuzz એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો હતો અને કેપ્શનમાં મુંબઈ પોલીસને ટેગ કરી યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. વીડિયો જોયા બાદ યુઝર્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું- આ ફક્ત ધ્યાન ખેંચવા માટે છે.

લોકોએ આપી આવી પ્રતિક્રિયા

તેઓ જાણે છે કે તે આવા પ્લેટફોર્મ પર આવશે અને પોલીસને ટેગ કરવામાં આવશે અને કાર્યવાહી પણ કરવામાં આવશે, આ લોકો ફક્ત હેડલાઇન્સમાં રહેવા માંગે છે. અન્ય એક યુઝરે લખ્યું- આ હિંમત નથી પરંતુ મૂર્ખતા છે. એક વ્યક્તિએ લખ્યું છે – આ માત્ર તેમના માટે જ નહીં પરંતુ રસ્તા પર હાજર લોકો માટે પણ ખતરનાક છે. આની નિંદા થવી જોઈએ.

Shah Jina