લો બોલો… ચાલુ ટ્રેનમાં જ કપલે કરી લીધા લગ્ન, વરરાજાએ કન્યાના સેંથામાં સિંદૂર ભરીને મંગળસૂત્ર પહેરાવ્યું, પછી એક બીજાના ગળામાં નાખી વરમાળા, જુઓ વીડિયો

ના મંદિરમાં કે ના લગ્ન મંડપમાં, આ કપલે કર્યા ચાલુ ટ્રેનની અંદર લગ્ન, ખુશીમાં બંને થઇ ગયા ભાવુક, વીડિયોએ જણાવ્યું ગજબનું આકર્ષણ, જુઓ

Couple got married in a running train : હાલ દેશભરમાં લગ્નનો માહોલ ધમધમી ઉઠ્યો છે અને આ વર્ષે પણ લાખો લગ્નો યોજાઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં પણ લગ્નને લઈને ઘણી બધી ખબરો સામે આવી રહી છે. તો ઘણા લગ્નના વીડિયો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર પણ બની જતા હોય છે, ત્યારે હાલ એવા જ એક લગ્નનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, કારણ કે આ લગ્ન કોઈ મંડપમાં કે મંદિરમાં નહિ, પરંતુ ચાલુ ટ્રેનમાં યોજાયા હતા, જેને લઈને પણ લોકો હેરાન છે.

ચાલુ ટ્રેનમાં લગ્ન :

વીડિયોમાં જોઈ શકાય છે કે છોકરો ટ્રેનમાં પહેલા છોકરીના સેંથામાં સિંદૂર ભરે છે અને પછી તેને મંગલસૂત્ર પહેરાવે છે. આ પછી બંનેએ એકબીજાને વરમાળા પણ પહેરાવી. આ વીડિયોને max_sudama_1999 દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં લાખો લોકોએ આ વીડિયો જોયો છે અને મોટી સંખ્યામાં લોકોએ તેના પર પોતાનો પ્રતિભાવ આપ્યો છે. ઘણા લોકોએ આ વીડિયોને અનોખો ગણાવ્યો છે તો ઘણા લોકોએ આ કપલની હિંમતની પ્રશંસા કરી છે.

કન્યાના સેંથામાં ભર્યું સિંદૂર :

વીડિયોમાં જોઈ શકાય છે કે ચાલતી ટ્રેનમાં બંને મુસાફરોની ભીડમાં ઉભા છે. છોકરો પહેલેથી જ છોકરીના સેંથામાં સિંદૂર ભરી ચુક્યો છે. છોકરીના મંગમાં સિંદૂર ભર્યા પછી છોકરાએ તેને મંગલસૂત્ર પણ પહેરાવવાનું હોય છે. આ દરમિયાન અંદર હાજર મુસાફરો ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે અને તેમના મોબાઈલમાં તેમનો વીડિયો રેકોર્ડ કરી રહ્યા છે. આ પછી બંને એકબીજાને માળા પણ પહેરાવે છે. અંતે, છોકરી પણ છોકરાના ચરણ સ્પર્શ કરે છે. નજીકમાં બેઠેલી એક મહિલાએ તેને માળા આપી, ત્યારબાદ બંનેએ ચાલતી ટ્રેનમાં લગ્ન કરી લીધા.

ખુબ જ ખુશ હતું કપલ :

વીડિયોમાં જોઈ શકાય છે કે બંને કપલ ખૂબ જ ખુશ છે. બંનેની આંખમાં ખુશીના આંસુ છે. બંને એકબીજાને ભેટે છે. આ વીડિયો ક્યાંનો છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી નથી. પરંતુ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોયા પછી ઘણા લોકોને આશ્ચર્ય થાય છે કે ચાલતી ટ્રેનમાં કોઈ લગ્ન કેવી રીતે કરી શકે. આ વીડિયો વાયરલ થયા બાદ અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક લોકોનું કહેવું છે કે આ વીડિયો ઘણો સારો છે અને તે દર્શાવે છે કે પ્રેમ માટે કોઈ અવરોધો નથી. જો કે આ વીડિયો પાછળનું સત્ય શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી.

 

View this post on Instagram

 

A post shared by Yadav Max Sudama (@max_sudama_1999)

Niraj Patel