આ કપલે તો સંબંધીઓની મોજ પડાવી દીધી, લગ્નમાં જેસલમેર પહોંચવા માટે આખુ પ્લેન જ કરાવી દીધુ બુક- જુઓ વીડિયો

સંબંધીઓ માટે બુક કરી આખી ફ્લાઇટ, પછે પોતાના લગ્નમાં જેસલમેર લઇ ગયુ કપલ- જુઓ વીડિયો

લગ્નની સિઝન ચાલી રહી છે તો એવું કેવી રીતે બને કે કપલ પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે કંઈક અલગન કરે. ભારતમાં લગ્ન કોઈ તહેવારથી ઓછા નથી. ખાણી-પીણીથી લઈને લગ્નની સજાવટ સુધી અને મહેમાનોની ખાતિરદારમાં કોઈ કમી નથી રાખવામાં આવતી. હાલમાં, ડેસ્ટિનેશન વેડિંગ ખૂબ જ લોકપ્રિય છે, જેમાં કપલ્સ તેમના જીવનની સુંદર ક્ષણ કોઈપણ એક ડેસ્ટિનેશનમાં જીવે છે.

આ દિવસોમાં ડેસ્ટિનેશન વેડિંગ સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાં છે. જેમાં એક કપલે પોતાના પરિવાર અને સંબંધીઓ સાથે લગ્ન સ્થળ પર જવા માટે આખી ફ્લાઈટ બુક કરાવી હતી. ઈન્સ્ટાગ્રામ યુઝર શ્રેયા શાહે શેર કરેલા વિડિયોમાં યુઝર કહે છે કે તેણે તેની બહેનના લગ્ન માટે આખી ફ્લાઈટ બુક કરાવી હતી.

પછીની થોડીક સેકન્ડોમાં, તે પ્લેનની અંદર તેના પરિવાર અને સંબંધીઓને હાય કહેતા અને હસતા બતાવે છે. છેલ્લે તે એ કપલને પણ બતાવે છે જે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યું છે. યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટ અનુસાર લગ્ન રાજસ્થાનના જેસલમેરમાં થઈ રહ્યા છે. પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, “ચાલો રોલ કરીએ, કહો કે આપણે લગ્ન માટે ક્યાં જઈ રહ્યા છીએ?”

આ વીડિયો પોસ્ટ થયા બાદથી તેને અત્યાર સુધીમાં મિલિયનમાં વ્યૂઝ મળ્યા છે અને લાખોમાં લાઈક્સ મળી છે. આ પોસ્ટ પર યુઝર્સ ઘણી ફની કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘મારે બસ આટલા પૈસા કમાવવા છે,’ બીજાએ લખ્યું, ‘આ વીડિયો જોયા પછી હું ગરીબ મહેસૂસ કરી રહ્યો છું’.

Shah Jina