બોલિવુડની એવી પાર્ટીઓ જેની તસવીરો સામે આવતા મચી ગઇ હતી બબાલ, તમે અંદરની તસવીરો જોતા જ ખળભળી ઉઠશો
બોલિવુડ અને પાર્ટી બંનેનો સંબંધ જ કંઇક અલગ છે. બોલિવુડ હોય પરંતુ પાર્ટી ન હોય એવું તો બની જ ન શકે. તે પછી સલમાન ખાન હોય કે શાહરૂખ ખાન. નવા બોલિવુડ સ્ટાર્સ પણ પાર્ટી કરવાથી ચૂકતા નથી. બધી પાર્ટીની એક અલગ જ સ્ટાઇલ હોય છે. કેટલીક પાર્ટી ઘણી મજેદાર હોય છે તો કેટલીક પાર્ટીમાં ઘણી બબાલ મચી જતી હોય છે. એવામાં અમે તમને બોલિવુડની કંટ્રોવર્શિયલ પાર્ટીની તસવીરો બતાવવા જઇ રહ્યા છે.
1.રેવ પાર્ટી : શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન પાર્ટીના શોખીન છે. શનિવારના રોજ તે એક રેવ પાર્ટીમાં પહોંચ્યા હતા. જયાં NCBએ રેડ પાડી હતી અને આર્યન સહિત કેટલાક લોકોની ધરપકડ કરી હતી. આ કેસમાં આર્યન ખાન 7 ઓક્ટોબર સુધી NCB કસ્ટડીમાં છે.
2.કરણ જોહર હાઉસ પાર્ટી : તમને ખ્યાલ હોય તો વર્ષ 2019માં કરણ જોહરની હાઉસ પાર્ટીની એક ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ હતી. આ પાર્ટીમાં બોલિવુડના ઘણા સેલેબ્સ સામેલ થયા હતા. કેટલાક લોકો પર ડગ લેવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો.
આ પાર્ટીમાં દીપિકા પાદુકોણ, મલાઇકા અરોરા, અર્જુન કપૂર, અયાન મુખર્જી, વરણ ધવન, નતાશા દલાલ, શાહિદ કપૂર, ઝોયા અખ્તર સહિત અનેક સેલેબ્સ હતા. શિરોમણી અકાલી દલના નેતા મનજિંદર સિરસાની ફરિયાદ આધેરે NCBએ કથિત ડગ પાર્ટીની તપાસ કરી હતી, જો કે, બાદમાં NCB તરફથી ક્લિન ચીટ મળી ગઇ હતી
3.કરણ જોહરના નવા ઘરની પાર્ટી : ઇન્ડિયા ટુડેના રીપોર્ટ અનુસાર, શાહરૂખ ખાન કરણ જોહરના નવા ઘરના એક ખૂણામાં સિગરેટ પી રહ્યા હતા ત્યારે હ્રતિક રોશન તેમની પાસે સિગરેટ માંગવા આવ્યા હતા. શાહરૂખે હ્રતિકને સિગરેટ આપતા કહ્યુ કે, આ એક્ટિંગ વાળી સિગરેટ છે. આનાથી ધુમ્રપાન કર્યા બાદ તુ એક્ટિંગ શીખી જઇશ. હ્રતિકે કથિત રીતે એમ કહ્યુ હતુ કે હવે તો તમે મને આ સિગરેટ આપી દીધી છે તો શુ હવે તમે એક્ટિંગ કરી શકશો.
4.કેટરીના કૈફની બર્થ ડે પાર્ટી : હિન્દુસ્તાન ટાઇમ્સના રીપોર્ટ અનુસાર સલમાન ખાને તેમની ફિલ્મ મેં ઔર મિસિસ ખન્નામાં કેમિયો કરવાની ના કહી દીધી હતી. આ માટે કિંગ ખાન પ્રતિ વ્યંગ્યાત્મક ટિપ્પણી કરી હતી. આ વાતને લઇને મોટી ચર્ચા થઇ ગઇ હતી, શાહરૂખે પણ એક્ટરની ફ્લોપ ફિલ્મની મજાક બનાવી દીધી ગતી.
5.સંજય દત્તની બર્થ ડે પાર્ટી : ટીઓઆઇના રીપોર્ટ અનુસાર શિરીષ કુંદરા એક મશહૂર ક્લબમાં સંજય દત્તની બર્થ ડે પાર્ટી દરમિયાન શાહરૂખ ખાનની આસપાસ જોવા મળ્યા હતા. તેમણે જાહેર રીતે ડાંસ ફ્લોર પર તેમનો પીછો કર્યો પરંતુ શાહરૂખ તેમને નજરઅંદાજ કરતા રહ્યા. બાદમાં શાહરૂખ ખાને તેમનો આપો ખોઇ દીધો અને જાહેરમાં નિર્દેશકને થપ્પડ મારી દીધો.
6.મીકા સિંહની બર્થ ડે પાર્ટી : મીકા સિંહની બર્થ ડે પાર્ટી એ દિવસોમાં ઘણી ચર્ચામાં રહી હતી. કેક કાપ્યા બાદ મીકાએ રાખીને જબરદસ્તી કિસ કરી લીધી હતા. આ વીડિયો અને તસવીરો ખૂબ વાયરલ થઇ હતી. આમ તે હવે બંને વચ્ચે અનબન નથી. પરંતુ આ પાર્ટીએ બંનેને ચર્ચામાં લાવી દીધા હતા.