લગ્ન પહેલા જ વધી વિક્કી કૌશલ અને કેટરીના કૈફની મુશ્કેલીઓ, આ કારણે નોંધાવી તેમના વિરુદ્ધ ફરિયાદ, કારણ જાણીને હેરાન રહી જશો

બોલીવુડના અભિનેતા વિક્કી કૌશલ અને કેટરીના કૈફ હાલ તેમના લગ્નને લઈને ખુબ જ ચર્ચાનો વિષય બન્યા છે, રાજસ્થાનમાં તેમના લગ્ન યોજાઈ રહ્યા છે, પરંતુ આ બંનેએ ખુબ જ ખાનગીમાં લગ્ન કરવાનું નક્કી કર્યું છે, જેના કારણે મીડિયામાં પણ તેમના લગ્નની તસવીરો અને વીડિયો પણ સામે આવી રહ્યા નથી. પરંતુ આ બધા વચ્ચે તેમના વિરુદ્ધ નોંધાયેલી એક ફરિયાદની ખબર આવી રહી છે.

વિક્કી કૌશલ અને કેટરીનાનો પરિવાર જ્યાં તેમના લગ્નની ધામધૂમથી ઉજવણી કર્યો રહ્યો છે ત્યારે સોમવારના રોજ તેમના વિરુદ્ધ એક ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ રાજસ્થાનના જિલ્લા વિધિક સેવા પ્રાધિકરણમાં દાખલ કરવામાં આવી છે. આ બંને રાજસ્થાનના સવાઈ માધોપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ કરી રહ્યા છે.

આ બંનેના લગ્ન જે હોટલમાં થવા જઈ રહ્યા છે તે સવાઈ માધોપુરના ચોથના બરવાડામાં છે. અહીંયા જ પ્રસિદ્ધ ચોથ માતાનું મંદિર છે.  પરંતુ કેટરીના અને વિક્કીના લગ્નના કારણે મંદિર જવા વાળા રસ્તાને બંધ કરી દેવામાં આવ્યો છે. આ ફરિયાદ આ રસ્તો બંધ કરવાને લઈને આપવામાં આવી છે.

કેટરીના અને વિક્કીની સાથે કોર્ટમાં આ ફરિયાદ સવાઈ માધોપુરમાં રહેવા વાળા નેતરબિંદુ સિંહ જાદૌન દ્વારા દાખલ કરાવવામાં આવી છે. જેમાં કેટરીના, વિક્કી સહીત સવાઈ માધોપુર કલેકટર અને હોટલ સિક્સ સેન્સેજ ફોર્ટ બરવાડા પ્રબંધન ઉપર પણ આરોપ લગાવવામાં આવ્યા છે. આ ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે કેટરીના અને વિક્કીના લગ્નના કારણે પ્રસિદ્ધ ચોથ માતા મંદિર જવા વાળો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.

તેમને આગળ લખ્યું છે કે 6 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર સુધી આ રસ્તાને બંધ કરવામાં આવ્યો છે. આ રસ્તા ઉપર રોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચોથ માતાના દર્શન માટે આવે છે. જેના કારણે આવનારા 7 દિવસો સુધી ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Niraj Patel