આંતરડાના કેન્સરને કોલોન કેન્સર કહેવામાં આવે છે. આ કેન્સર મોટા આંતરડામાં વિકસિત થાય છે. કોલોન કેન્સરની પ્રારંભિક નિશાનીઓ એટલી સાધારણ હોય છે કે મોટાભાગના લોકો તેને અવગણી દેતા હોય છે. તેમાં પણ જો સવારે શૌચાલયમાં આ નિશાનીઓ દેખાય તો તેને ક્યારેય અવગણવી નહીં.
મોટા આંતરડાનું કેન્સર જેને કોલોન કેન્સર પણ કહે છે તે જીવલેણ છે. દર વર્ષે અનેક લોકો કોલોન કેન્સરના કારણે જીવ ગુમાવે છે. કોલોન કેન્સરની શરુઆતમાં કેટલાક લક્ષણો દેખાય છે. મોટાભાગના લોકો આ લક્ષણોને અવગણી દેતા હોય છે જેના કારણે કોલોન કેન્સર વિશે જાણ થાય ત્યાં સુધીમાં વિલંબ થઈ જાય છે. આજે તમને કહીએ કોલોન કેન્સરની પ્રારંભિક નિશાનીઓ કયા છે જે સવારે શૌચાલય જવાના સમયે દેખાય છે.
મળમાં રક્ત
સવારના સમયે જો મળમાં રક્ત આવતું હોય તો તે ખતરાની ઘંટી સાબિત થઈ શકે છે. જો મળમાં રક્ત આવે તો તેને ઈગ્નોર કરવા ન કરવું જોઈએ,જો એવું થાય તો ડોક્ટરનો સંપર્ક કરી તેમની સલાહ લેવી જોઈએ, કારણ કે આ કોલોન કેન્સરનું લક્ષણ હોય શકે છે.
કબજિયાત રહેવી
ઘણા લોકોને કબજિયાત તો રહેતી જ હોય છે. ધણી વખત ખાવાના સમયમાં ફેરફારના કારણે પણ આ સમસ્યા થતી હોય છે, પરંતુ જો કોઈને લાંબા સમયથી કબજિયાતની સમસ્યા હોય તો તે ખતરનાક સાબિત થઈ શકે છે. લાંબા સમય સુધી કબજિયાત રહેવી અથવા વારંવાર કબજિયાત થઈ તે આંતરડાના કેન્સરની શરુઆતનો સંકેત હોય શકે છે.જેથી સાવધાન રહેવું હિતાવહ છે.
મરોડ જેવો દુખાવો
સવારના સમયે પેટમાં દુખાવો કે મરોડ ઉઠતી હોય તો તે પણ કોલોન કેન્સરનો સંકેત હોય શકે છે. લાંબા સમયથી સવારે પેટમાં દુખાવો કે મરોડ આવતી હોય તો તેને ઈગ્નોર ન કરો. સૌથી પહેલા ડોક્ટરનો સંપર્ક કરી જાણકારી મેળવો કારણકે આવા નાના નાના લક્ષણો પણ મોટી બીમારી સુધી લઈ જઈ શકે છે, જો આ તમામ વસ્તુને ધ્યાનમાં રાખો અને સાચી સલાહ લો. કેમ કે કહેવાય છે ને કે ચેતતા નર સદા સુખી.