હે ભગવાન.. માત્ર 15 વર્ષની દીકરીને આવ્યો હાર્ટ એટેક, હોસ્પિટલ જતા પહેલા જ પ્રાણ પંખેરું ઉડી ગયા

આજના સમયમાં હૃદયરોગની સમસ્યા માત્ર વૃદ્ધોમાં જ નહીં પરંતુ યુવાનોમાં પણ ઝડપથી વધી રહી છે. તાજેતરમાં એક ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે જેમાં માત્ર 15 વર્ષની એક યુવતીને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. હોસ્પિટલ લઈ જવામાં આવે તે પહેલા જ તેણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. સાબરકાંઠાના હિંમતનગરમાં એક 15 વર્ષીય કિશોરીનું હાર્ટ એટેકથી મો**ત નીપજ્યું છે.

સાબરકાંઠાના હિંમતનગરમાં એક 15 વર્ષીય કિશોરીનું હાર્ટ એટેકથી મો**ત નીપજ્યું છે રાજવી દવે નામની દીકરી બાથરૂમમાંથી સ્નાન કરીને બહાર નીકળતાં જ કિશોરી ઢળી પડીઅને મો**તને ભેટી હતી. કિશોરીના અકાળે મો**તથી પરિવારજન સહિત શહેરમાં ગમગીની વ્યાપી ગઈ છે.

આ ઘટનાએ સમગ્ર પરિવાર અને સમાજને ઊંડો આઘાત પહોંચાડ્યો છે. કોઈએ પણ કલ્પના કરી ન હતી કે આટલી નાની ઉંમરે કોઈ યુવતીને આવી ગંભીર સમસ્યાનો સામનો કરવો પડશે. ડોકટરો અને હૃદયરોગના નિષ્ણાતો જણાવે છે કે આધુનિક જીવનશૈલીમાં યુવાનો જંક ફૂડ અને પ્રોસેસ્ડ ખોરાકનું વધુ સેવન કરે છે જે હૃદય માટે અત્યંત હાનિકારક છે. આ ઉપરાંત વધુ પડતી બેઠક રહેવાની દિનચર્યા અને શારીરિક કસરતનો અભાવ પણ હૃદયને નબળું બનાવે છે.


ધૂમ્રપાન અને આલ્કોહોલનું સેવન પણ યુવાનોમાં હૃદયરોગ વધારવામાં ભૂમિકા ભજવે છે. આ આદતો હૃદયની ધમનીઓને નુકસાન પહોંચાડે છે અને રક્તપ્રવાહમાં અવરોધ ઊભો કરી શકે છે.છાતીમાં દુખાવો અથવા બેચેની, ડાબા હાથમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, અતિશય પરસેવો, ચક્કર આવવા અને અચાનક થાક લાગવો એ હાર્ટ એટેકના સંકેતો હોઈ શકે છે.જો આવા કોઈ પણ લક્ષણો દેખાય તો તરત જ ડોકટરની સલાહ લેવી જોઈએ. સમયસર સારવાર મળે તો જીવન બચાવી શકાય છે.દરરોજ 7 થી 8 કલાક ઊંઘ લેવી આવશ્યક છે. હૃદયરોગ હવે માત્ર વૃદ્ધોની સમસ્યા નથી. યુવાનો પણ તેનાથી અસુરક્ષિત નથી. તેથી સજાગતા અને નિવારણ એ જ શ્રેષ્ઠ માર્ગ છે.

POOJA PARMAR
error: Unable To Copy Protected Content!