સ્વેટર, ધાબળા મૂકી ના દેતા, હજુ આવશે હાડ થીજવી દેનારી ઠંડી, હવામાન વિભાગની આગાહી આવી સામે, જાણો કયારે જોવા મળશે ચમકારો

ઠંડીનો સામનો કરવા માટે ફરી એકવાર થઇ જાઓ તૈયાર, આ મહિનામાં જ આ તારીખથી ઠંડીનો જોવા મળશે જબરદસ્ત ચમકારો, જુઓ

Cold forecast next week : છેલ્લા થોડા દિવસથી ગુજરાતની અંદર ઠંડીનો ચમકારો ઓછો વર્તાઈ રહ્યો છે. પવન સતત વધી રહ્યો છે અને તેના કારણે વહેલી સવારે થોડી ઠંડી પણ જોવા મળે છે, પરંતુ દિવસ દરમિયાન ગરમીએ જોર પકડ્યું છે અને રાત્રે હળવું વાતાવરણ જોવા મળે છે. ત્યારે લોકોએ ઠંડીમાંથી રાહત પણ લીધી છે, પરંતુ હજુ ઠંડી ગઈ છે એમ માની લેવાની જરૂર નથી, કારણ કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ઠંડી હજુ પણ પાછી આવી શકે છે.

 આ તારીખે જોવા મળશે ઠંડીનો ચમકારો :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર તા. 17 થી 21 ફેબ્રુઆરી દરમિયાન હિમાચલ રિજિયનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થવાના કારણે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થશે તેમજ ઠંડા પવનો ફૂંકાવવાની પણ આહાગી કરવામાં આવી છે. આગામી તા. 22 થી ઠંડીનો ચમકારો વધવાની શક્યતા છે.

પારો ગગડશે :

ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ફેબ્રુઆરી મહિનાના છેલ્લા અઠવાડિયામાં હાડ થિજીવી દે તેવી ઠંડીનો સામનો પણ કરવો પડી શકે છે. ઠંડીની સીઝનમાં પારો મહત્તમ 14 ડિગ્રી સુધી ગગડી શકે છે અને રાત્રી તાપમાનમાં પણ વધારો થઇ શકે છે. 25થી 27 ફેબ્રુઆરીમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં વહેલી સવારે અને રાતનુ તાપમાન ઘટશે. આ ઉપરાંત  18થી 20 ફેબ્રુઆરીના સૌરાષ્ટ્રના ભાગોમાં 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા રહેશે.

Niraj Patel