સુરતની આ ડોકટરે 201 સૂકા નારિયેળમાંથી બનાવ્યા અદ્ભૂત ગણપતિ, તસવીરો જોઈને તમે પણ નમન કરી ઉઠશો

હાલ દેશભરમાં થજેર ઠેર ગણપતિની સ્થાપના કરવામાં આવી છે, જેમાં અલગ અલગ પ્રકારના ગણપતિ આ વર્ષે પણ બનાવવામાં આવ્યા છે, જે આકર્ષણનું કેન્દ્ર પણ બન્યા છે. કોઈ જગ્યાએ હીરા અને સોના ચાંદી ગણપતિની પ્રતિમાં જોવા મળે છે, તો ક્યાંક કોઈ અનોખો સંદેશ આપતા ગણપતિ પણ જોવા મળી રહ્યા છે, ત્યારે આ દરમિયાન સુરતની એક ડોક્ટર દ્વારા સૂકા નારિયેળમાંથી ગણપતિ બનાવવામાં આવ્યા છે, જેની તસવીરો પણ ખુબ જ વાયરલ થઇ રહી છે.

આ ગણપતિને બનાવ્યા છે સુરતની ડોક્ટર અદિતિ મિત્તલે. જે દરવર્ષ પોતાની આગવી કલાકારી દ્વારા ખાસ ગણપતિ બનાવે છે. ત્યારે આ વર્ષે પણ ડોક્ટર અદિતિએ 201 સૂકા નારિયેળના ગણપતિ બનાવી અને સૌને હેરાન કરી દીધા હતા. આ ગણપતિની સુરતના ડુમસ રોડ પર આવેલા વીઆર મોલમાં સ્થાપના કરવામાં આવી છે.

ડોક્ટર અદિતિ મિત્તલ દ્વારા ટ્વીટ કરીને આ સુંદર ગણેશજીની કેટલીક તસવીરો પણ શેર કરવામાં આવી છે. સાથે જ તેમને જણાવ્યું છે કે, “આ વર્ષે ઇકો ફ્રેન્ડલી ગણેશને 201 સૂકા નારિયેળથી બનાવવામાં આવ્યા છે. દરેક નારિયેળ ઉપર વિવિધ દેવો અને હિન્દૂ પ્રતીકોને પણ કોતરવામાં આવ્યા છે. આ નારિયેળનો ઉપયોગ વિસર્જન બાદ પ્રસાદી તરીકે કરવામાં આવશે.

ડોક્ટર.અદિતિ મિત્તલે જણાવ્યું કે દર વખતની જેમ તેમણે આવા ગણપતિ બનાવવાના હતા જે પાછળથી ઉપયોગી થઈ શકે, આ માટે તેમણે નાળિયેરનું ફળ પસંદ કર્યું. તેમની કલાનો નમૂનો જોઈને તેમણે ૨૦૧ નારિયેળ કોતર્યા અને તેમના પર હિન્દુ ધર્મના પ્રતીકો અને દેવી -દેવતાઓના ચિત્રો બનાવ્યા. તેને બનાવવા માટે કુલ પાંચ દિવસ લાગ્યા હતા.

ગત વર્ષે પણ ડોક્ટર અદિતિ મિત્તલે 511 સૂકા મેવામાંથી એક સુંદર ગણેશ પણ બનાવ્યા હતા. આ ઇકો ફ્રેન્ડલી ગણેશને સુરતની કોવિડ હોસ્પિટલ ‘અટલ સંવેદના’ માં 10 દિવસ માટે રાખવામાં આવ્યા હતા. આ સુકામેવાને વિસર્જન બાદ પ્રસાદ તરીકે વહેંચવામાં આવ્યો હતો જેનાથી રોગ પ્રતિકારક શક્તિ પણ વધી શકે.

Niraj Patel