ચોમાસામાં સાચવજો ! આ ભાઈએ જમીન સ્લીપર ઉઠાવી તો નીચેથી ફૂંફાડા મારતો નીકળ્યો નાગ, વીડિયો રૂંવાડા ઉભા કરી દેશે… જુઓ

જો તમે પણ ચોમાસામાં તમારા બુટ ચપ્પલ જોયા વિના પહેરો છો તો થઇ જજો સાવધાન ! ચપ્પલની નીચેથી જ સુસવાટા મારતો નીકળ્યો કિંગ કોબ્રા… વીડિયો વાયરલ

Cobra Hidden Under Slipper : હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે, ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિઓ પણ સર્જાઈ છે, ત્યારે વરસાદી પાણી ગામ કે શેરીમાં ઘુસી આવવાના  કારણે કેટલાક ઝેરી જીવ જંતુઓ પણ આપણી આસપાસ આવી જાય છે. ત્યારે આવા  ઘરની બહાર રાખવામાં આવેલા સામાન પણ તે છુપાઈ શકે છે. ખાસ કરીને આપણા બુટ ચપ્પલમાં. આવા ઘણા વીડિયો તમે જોયા હશે.

ચપ્પલની નીચેથી નીકળ્યો કિંગ કોબ્રા :

ચોમાસામાં બુટ, ચપ્પલ અને હેલ્મેટ જેવી વસ્તુઓ ધ્યાનથી જોયા બાદ પહેરવી જોઈએ. ત્યારે હાલ એક વીડિયો સામે આવ્યો છે.  ઇન્સ્ટાગ્રામ પર પશુ પ્રેમી વાગડ નામના એકાઉન્ટ દ્વારા પોસ્ટ આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. કેપ્શનમાં લખ્યું છે  “OMG.” ક્લિપમાં જોઈ શકાય છે કે સાપ ચપ્પલની નીચે ચતુરાઈથી છુપાઈ રહ્યો છે. જેવી વ્યક્તિ સ્લીપરને હટાવે છે, કોબ્રા તેતેની ફેણ ફેલાવીને ઉભો થઈ જાય છે અને સિસકારા શરૂ કરે છે.

ચોમાસામાં સાવધાન :

સાપને જોઈને લાગે છે કે તે ખૂબ જ ગુસ્સામાં છે. આ વિડિયો જોયા પછી, તમે સમજી શકશો કે તમારે વરસાદમાં તમારા સામાનને તપાસ્યા વિના કેમ પહેરવો જોઈએ નહીં. જો કે આવી ઘટના પહેલીવાર સામે આવી નથી. આ પહેલા પણ એક વ્યક્તિએ હેલ્મેટમાં ઝેરી સાપ જોયાનો કિસ્સો સામે આવ્યો હતો. 2 જુલાઈના રોજ પોસ્ટ કરાયેલા આ વીડિયોને 40,000થી વધુ લાઈક્સ મળી છે.

યુઝર્સની આવી પ્રતિક્રિયાઓ :

આ ઉપરાંત ઘણા યુઝર્સ તેના પર સતત ટિપ્પણી કરી રહ્યા છે અને તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એકે લખ્યું – હું હંમેશા જોયા વગર ચપ્પલ પહેરું છું. બીજાએ કહ્યું- વીડિયો પોસ્ટ કરવા બદલ આભાર, તમે લોકોને જાગૃત કર્યા છે. અન્ય યુઝરે લખ્યું – આ સાપ ખૂબ જ ક્યૂટ છે. વરસાદની સિઝનમાં બીલ અને અન્ય જગ્યાએ પાણી ભરાઈ જાય છે. જેના કારણે સાપ અને વીંછી બહાર આવીને સંતાવાની જગ્યા શોધે છે.

Niraj Patel