એક જમાનાનો IPLનો ધુરંધર ખેલાડી ક્રિસ ગેલ રાજાઓની જેમ જીવન જીવે છે, લક્ઝુરિયસ ગાડીઓ અને ઘર છે ખુબ જ આલીશાન, જુઓ 10 તસવીરો
હાલ આઇપીએલનો માહોલ જામી રહ્યો છે. દરેક ટીમ પોતાનું શાનદાર પ્રદર્શન કરી રહી છે. ત્યારે પંજાબ કિંગ્સ તરફથી રમી રહેલા વેસ્ટઇન્ડિઝનો ઓપનિંગ બેટ્સમેન ક્રિસ ગેલના દુનિયાભરમાં ચાહકો છે.
ભારતીયો પણ ક્રિસને જોવાનું ખુબ જ પસંદ કરે છે, બેટિંગમાં તો ક્રિસ લાંબા લાંબા છક્કા મારી અને ચાહકોને ખુશ કરે જ છે સાથે સાથે મેદાનમાં પણ તેનો મજાકિયા સ્વાભાવના કારણે તે લોકોને આકર્ષે છે.
ક્રિસ ગેલ તેના અંગત જીવનમાં પણ ખુબ જ મઝાકિયો છે, તે તેના પરિવાર સાથે એક આલીશાન મકાનમાં રહે છે, ક્રિસ ગરીબીમાંથી આ જગ્યા ઉપર આવ્યો છે, તેના પિતા એક સામાન્ય પોલીસ ઓફિસર હતા જયારે તેની માતા બદામ અને નમકીન વેચીને ઘરનું ગુજરાન ચલાવતી હતી.
પરંતુ આજે ક્રિસ ગેલ પાસે ખુબ જ સંપત્તિ છે અને તે એકદમ લક્ઝુરિયસ જીવન વિતાવે છે, તેનો જન્મ જમૈકામાં થયો હતો અને જમૈકામાં જ તેને એક ભવ્ય મકાન બનાવ્યું છે, ત્યાં તેની ગર્લફ્રેન્ડ સાથે તે રહે છે. ક્રિસ ગેલે હજુ સુધી લગ્ન નથી કર્યા પરંતુ તેને એક દીકરી પણ તેની ગર્લફ્રેન્ડ દ્વારા છે.
ગયા વર્ષે કોરોના વાયરસના કારણે મોટાભાગના સેલેબ્રિટીઓ પોતાના ઘરમાં જ હતા, ત્યારે ક્રિસ ગેલ પણ આ સમયે પોતાના પરિવાર સાથે જ સમય વિતાવી રહ્યા હતો.
હાલમાં ક્રિસ ગેલ ભારતમાં છે અને આઇપીએલની 14મી સિઝનનો ભાગ બની પંજાબ કિંગ્સ તરફથી રમી રહ્યો છે. થોડા સમય પહેલા ક્રિસ ગેલે તેના ઇન્સ્ટાગ્રામ ઉપર એક ફોટો શેર કર્યો હતો આ તસ્વીરમાં ક્રીસનું ઘર જોઈને સૌ ચકિત રહી ગયા હતા.
ક્રિસ ગેલ દ્વારા જે પોસ્ટ શેર કરવામાં આવી હતી તેની અંદર તેને લખ્યું છે કે “જો કોઈ અન્ય વ્યક્તિ માટે કઈ સંભવ છે તો એ તમારા માટે પણ સંભવ છે. ક્રિસ ગેલનો આ બંગલો પ્રાકૃતિક સાનિધ્યમાં ઘેરાયેલો છે.
ક્રિસ ગેલ આ બંગલામાં ઘણી પાર્ટીઓ પણ કરે છે, તે જયારે કોઈ મેચ જીતીને આવે છે ત્યારે આ બંગલામાં જ પાર્ટી કરતો હોય છે.
ક્રિસ ગેલન આ ઘરની અંદર પાર્ટી પુલ છે તો ઘરની અંદર તેને એક મીની ડાન્સ બાર પણ બનાવ્યો છે, ક્રિસને તેનો બેડરૂમ સૌથી વધારે પસંદ છે.
ક્રિસ ગેલ વિશ્વભરની ફ્રેન્ચાઈઝીઓ માટે ટી-20 રમે છે અને તેના કારણે જ તેના ચાહકો દુનિયાભરમાં ફેલાયેલા છે તેમજ તેના બેટિંગને ચાહકો વધુ નિહાળવાનું પણ પસંદ કરે છે.
ગેલનું કહેવું છે કે જીવન ખુબ જ ટૂંકું છે અને એટલે જ દરેક પળને જીવવી જોઈએ. તે એમ પણ કહે છે કે શાહી જીવન જ મને પસંદ આવે છે.