જન્મતાની સાથે જ આ બાળક ઉપર ચઢ્યો “પુષ્પા” ફિલ્મનો ખુમાર, વીડિયો જોઈને લોકોએ કહ્યું, કે “મમ્મી પ્રગ્નેન્સીમાં પણ પુષ્પાની એક્શન જ…”

સોશિયલ મીડિયામાં રોજ ઢગલાબંધ વીડિયો વાયરલ થતા હોય છે અને તેમાં પણ “પુષ્પા” ફિલ્મના ગીતો અને તેની એક્શન સીન ઉપર બનાવવામાં આવતા વીડિયો તો સતત વાયરલ થઇ જતા હોય છે. પુષ્પા ફિલ્મમાં અલ્લુ અર્જુનની સ્ટાઇલને ઘણા લોકોએ કોપી કરી છે, પરંતુ હાલ સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેને તો પુષ્પા લવર્સનું દિલ જ જીતી લીધું.

વાયરલ વીડિયોમાં એક નવજાત બાળક જન્મતાની સાથે જ પુષ્પા ફિલ્મના અલ્લુ અર્જુનના સીન ઉપર એક્શન કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોએ સોશિયલ મીડિયામાં હાલ ધૂમ મચાવી દીધી છે, આ માસુમ બાળકની સ્ટાઇલ જોઈને લોકોની પણ આંખો ખુલ્લી રહી ગઈ છે. જેના કારણે આ વીડિયોને લોકો ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર શેર પણ કરી રહ્યા છે.

આ વીડિયોમાં બાળક પુષ્પા ફિલ્મના ફેમસ ડાયલોગ ‘મેં ઝુકેગા નહીં’ પર એક્ટિંગ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો ચોંકાવનારો છે. ફિલ્મનો હીરો અલ્લુ અર્જુન પોતે પણ બાળકનો વીડિયો જોશે તો તે પણ દંગ રહી જશે. વીડિયોમાં બાળક જન્મ પછી કેમેરામાં કંઈક એવું કરતો જોવા મળે છે, જે અલ્લુ અર્જુનની સિગ્નેચર સ્ટાઈલ સાથે મેળ ખાય છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)


નવજાત બાળકનો આ સ્વેગ જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ તેના ફેન બની ગયા છે. થોડીક સેકન્ડના આ વીડિયોમાં જોઈ શકાય છે કે નવજાત બાળકને કપડામાં લપેટીને રાખવામાં આવે છે. આ દરમિયાન તે ફિલ્મ ‘પુષ્પા’નું સિગ્નેચર સ્ટેપ કરતો જોવા મળે છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં તમને પુષ્પાની ફિલ્મ ‘મેં ઝુકેગા નહીં’નો ડાયલોગ પણ સાંભળવા મળશે. આ વીડિયોને જોઈને લોકો અલગ અલગ કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Niraj Patel