આખા સોશિયલ મીડિયાને આ ટેણીયાએ ગજવી નાખ્યું, મોબાઈલની દુકાનમાં મેહોણીમાં કહ્યું એવું કે તમે પણ જોઈને ખુશ ખુશ થઇ જશો

સોશિયલ મીડિયામાં હવે ઘટનાઓ વાયરલ થતા વાર નથી લાગતી, જોઈ કોઈ એવો યુનિક વીડિયો હોય તો રાતો રાત સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જાય છે. અને તેમાં પણ નાના બાળકોના વીડિયો તો  લોકોને જોવા ખુબ જ પસંદ આવે છે અને તેમની ક્યૂટ ક્યૂટ ભાષાના લોકો દીવાના પણ બની જતા હોય છે.

હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોની અંદર પણ એક નાનું બાળક પોતાના ક્યૂટ ક્યૂટ અંદાજમાં મોબાઈલના દુકાનદારના સવાલોના જવાબો આપી રહ્યું છે. તેનો જવાબ આપવાનો અંદાજ જ એવો છે કે સૌ કોઈ તેના આ વીડિયોના કાયલ બની જાય.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર દુકાનદાર તે બાળક પાસે પૈસા માંગે છે. ત્યારે બાળક કહે છે કે “મારા પપ્પા આપશે”, પછી કહે છે કે “મારી પાસે 9 હજાર રૂપિયા પડ્યા છે, નાનીના ઘરે મુક્યા છે, મારો પગાર થશે ત્યારે હું આપી દઈશ.” આ બાળકના બોલવાના અંદાજ સૌ કોઈનું મન મોહી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

ઇન્સ્ટાગ્રામ રીલ સેક્શનમાં પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોને લોકો ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે. સાથે સાથે કોમેન્ટમાં પણ આ બાળકના આ અંદાજના વખાણ કરી રહ્યા છે. તમે પણ આ વીડિયોને જોઈ ચોક્કસ મલકાઈ ઉઠશો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)


આ ટેણીયાનો વધુ એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે, જેમાં તેને મોબાઈલનો દુકાનદાર કઈ કંપનીનો ફોન લેવો છે તે પૂછી રહ્યો છે, અને આ ટેણીયું તેના ખાસ અંદાજમાં જવાબ આપી રહ્યું છે, સાથે મોટો મોબાઈલ લેવાનો અને આ મોબાઈલ સારો છે એમ પણ તે જણાવી રહ્યું છે. તેનો બોલવાનો અંદાજ સોશિયલ મીડિયા ઉપર ખુબ જ છવાયો છે અને લોકોને પણ તે ખુબ જ પસંદ આવ્યો છે.

Niraj Patel