આ નાના ટેણીયાની બહાદુરી જોઈને તમે પણ હેરાન રહી જશો, જુઓ કેવા વિશાળ કાય અજગર ઉપર બેસીને કરે છે તેની સવારી, વીડિયો હાજા ગગડાવી દેશે

સોશિયલ મીડિયામાં રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર એવી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે જે જોઈને આપણી આંખો પણ પહોળી રહી જાય. ખાસ કરીને જંગલી પ્રાણીઓ અને તેમની સાથે માણસોના વીડિયો લોકોને હેરાન કરી દેતા હોય છે, ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને તો તમને ચક્કર આવી જશે.

હાલમાં એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકોના પગ નીચેથી જમીન સરકી રહી છે. વીડિયોમાં એક બે વર્ષનું બાળક એક વિશાળ અજગર પર બેસીને મસ્તી કરતા જોવા મળે છે. તમને  પણ આ વીડિયો જોયા પછી તમારી આંખો પર વિશ્વાસ નહીં થયા. પરંતુ આ વીડિયોને લોકો ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે.

વીડિયોમાં અજગર પણ ફૂંફાડા મારતો પણ  જોવા મળી રહ્યો છે, જે જોઈને ભલ-ભલાની હવા નીકળી જાય, પરંતુ બાળક આ મહાકાય અજગરથી બિલકુલ ડરતું નથી. થોડીક સેકન્ડની આ વીડિયો ક્લિપ જોઈને બધા ચોંકી ગયા છે. આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Saurabh Jadhav 2110 (@rasal_viper)

આ વાયરલ વીડિયોને જોઈને ઘણાં લોકો કોમેન્ટ કરવા માટે પણ મજબુર થઇ ગયા છે, ઘણા લોકો કોમેન્ટ કરીને આ ટેણીયાની બહાદુરીના વખાણ પણ કરી રહ્યા છે, માત્ર થોડી જ સેકેંડનો આ વીડિયો જોઈને ઘણા લોકોના પરસેવા પણ છૂટી રહ્યા છે, જો કે આ વીડિયોની ગુજ્જુરોક્સ પુષ્ટિ નથી કરતું.

Niraj Patel