અચાનક ટ્રેનના પાટા ઉપરથી નીકળવા લાગી ભડભડ આગ, વીડિયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ, કારણ જાણીને રહી જશો હેરાન, જુઓ

ટ્રેનના પાટા ઉપર આગ લગાવવા પાછળનું કારણ જાણીને તમે પણ હેરાન રહી જશો, એક તરફ પાટા ઉપર આગ લાગતી હોય છે અને બીજી તરફ તેના ઉપરથી જ ટ્રેન પસાર થાય છે, જુઓ વીડિયો

હાલમાં શિયાળાનો માહોલ ચાલી રહ્યો છે અને ઠેર ઠેર કડકડતી ઠંડી પડી રહી છે. દુનિયામાં ઘણા ભાગ એવા પણ છે જ્યાં હિમવર્ષા પણ થાય છે અને તેના કારણે ઘણા લોકોનું જીવન પણ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં રેલવેના પાટા ઉપર આગ લાગેલી જોઈ શકાય છે.

રેલ્વેના પાટા ઉપર આગ લગાડવાનો આ મામલો યુએસએના શિકાગોનો છે, જ્યાં દર વર્ષે ટ્રેનના પાટાને આગ લગાડવાના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બને છે. હવે સવાલ એ થાય છે કે આ રીતે રેલ્વેના પાટા કેમ સળગાવવામાં આવે છે? લોકો પણ એ જાણવા માટે આતુર હોય છે ત્યારે અમે તમને તેની પાછળની હકીકત જણાવીશું.

રિપોર્ટ અનુસાર, શિકાગોમાં જ્યારે શિયાળાની ઠંડી હોય છે ત્યારે બધું જ થીજી જાય છે. આવી સ્થિતિમાં રેલ મુસાફરીને સુરક્ષિત અને સરળ બનાવવા માટે રેલવેના પાટાને આગ લગાડવામાં આવે છે, જેથી કોઈ અકસ્માત ન થાય. આ કામ ટ્રાન્સપોર્ટ ઓપરેટર ‘મેટ્રા’ દ્વારા કરવામાં આવે છે, જે કહે છે કે આ પ્રક્રિયા સંપૂર્ણપણે સલામત છે.

શિયાળાની ઋતુમાં અતિશય ઠંડીને કારણે પાટાનું સ્ટીલ સંકોચાઈ જાય છે, જેના કારણે ટ્રેનને દોડાવવી અને રોકવી મુશ્કેલ બને છે. જેને અવગણવા માટે આ ટ્રેક પર મેટલનું તાપમાન સામાન્ય રાખવા માટે ટ્રેનના પાટા ઉપર આગ લગાવવામાં આવતી હોય છે. ટ્રેનના પાટા પર આગ લગાડવાથી તાપમાન વધે છે અને ધાતુ નરમ પડે છે.

જેના કારણે સંકોચાયેલો ટ્રેનનો ટ્રેક પાછો તેના સ્વરૂપમાં આવી ગયો છે, અને ટ્રેન ચલાવવામાં કોઈ સમસ્યા નથી થતી. વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો પણ તેને સલામત પદ્ધતિ માને છે, જેનો શિકાગોમાં લાંબા સમયથી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

Niraj Patel