કેમેરામાં કેદ થઇ પોતાના શિકાર પાછળ ભાગી રહેલા ચિત્તાની ઝડપ…વીડિયો જોઈને તમારા પણ હોંશ ઉડી જશે…જુઓ

આંખના પલકારે પોતાના શિકારને લફાક દઈને લપકી લીધું ચિત્તાએ.. ઝડપ અને તાકત જોઈને તમારી આંખો પણ ચાર થઇ જશે.. જુઓ વીડિયો

ઇન્ટરનેટ પર પ્રાણીઓને લગતા ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે. ઘણા વીડિયોની અંદર પ્રાણીઓની એવી એવી હરકતો કેમેરામાં કેદ થઇ જાય છે કે તે જોનારના પણ દિલ જીતી લેતી હોય છે. તો ઘણા લોકો કેટલાક જંગલી પ્રાણીઓને જોવા માટે જંગલ સફારી માણવા માટે પણ જતા હોય છે અને આ દરમિયાન પણ તેમના કેમેરામાં કેટલીક અદભુત ઘટનાઓ કેદ થઇ જતી હોય છે.

હાલ સોશિયલ મીડિયામાં એક એવી જ ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક ચિત્તાની ઝડપ કેમેરામાં કેદ થઇ ગઈ હતી. આ ચિત્તો એટલા સ્પીડમાં દોડી રહ્યો હતો કે આંખના પલકારે તેણે પોતાના શિકારને ઝપેટી લીધો. આ નજારો એવો હતો કે જોઈને કોઈની પણ આંખો ચાર થઇ જાય.

ચિત્તો મોટેભાગે આફ્રિકા અને દક્ષિણ પશ્ચિમ એશિયામાં જોવા મળે છે. તે સૌથી ઝડપી પ્રાણી છે જે 110 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. શિકાર કરવામાં તેની ઝડપ મહત્વપૂર્ણ છે અને તે મોટેભાગે શિકાર કરવાની ઝડપ પર આધાર રાખે છે. આપણે ચિત્તાના શિકારના ઘણા વીડિયો જોયા છે પરંતુ આ વાયરલ વીડિયો લગભગ વાસ્તવિક સમયમાં આ પ્રાણીની અદ્ભુત ગતિ અને ચોકસાઈ દર્શાવે છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોને સોલો પેરા ક્યુરીઓસ દ્વારા ટ્વિટર પર કેપ્શન સાથે શેર કરવામાં આવ્યો હતો, જેમાં લખવામાં આવ્યું હતું “Velocidad y fuerza (ઝડપ અને તાકાત)”. વીડિયોમાં એક લાંબો શૉટ છે જેમાં એક ચિત્તો તેના શિકારનો પીછો કરતો બતાવવામાં આવ્યો છે. જેમાં તેને તેજ ગતિએ લાંબા પગથી દોડીને પોતાના શિકારને પકડતો જોઈ શકાય છે.

Niraj Patel