જંગલ સફારી માણવા માટે ગયા હતા પ્રવાસીઓ, ચિત્તાના ફોટો લેવા જતા જ ચિત્તો આવી ગયો ખુલ્લી જીપ ઉપર, પછી એક ભાઈ સેલ્ફી લેવા ગયો અને… જુઓ વીડિયો

ભારતમાં હાલ ચિત્તા ટ્રેન્ડમાં છે. પ્રધાનમંત્રી મોદીના જન્મ દિવસે જ 70 વર્ષ બાદ ભારતમાં ચિત્તાની ફરી વાપસી થઇ છે. ત્યારે ચિત્તાના ઘણા વીડિયો પણ વાયરલ થઇ રહ્યા છે. ભારતમાં તો હવે ચિત્તા જોવા મળશે પરંતુ આફ્રિકામાં ચિત્તા પહેલાથી જ જોવા મળે છે અને દેશ વિદેશના લોકો પણ જંગલ સફારી દરમિયાન ચિત્તા જોતા હોય છે.

હાલ એક એવો જંગલ સફારીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને જોયા પછી એક ક્ષણ માટે તો આપણા રૂંવાડા પણ ઉભા થઇ જાય. સેલ્ફી ક્લિક કરવાનો ક્રેઝ આજકાલ ઘણા લોકોમાં જોવા મળે છે અને કેટલીકવાર લોકો આવી તસવીર ક્લિક કરવા માટે કોઈપણ હદ સુધી જાય છે, જે ખતરનાક પણ સાબિત થઈ શકે છે. આવા લોકો એક તસવીર માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂકે છે, જેને સોશિયલ મીડિયા પર હજારો લાઈક્સ મળે છે.

આવો જ એક વીડિયો જોવા મળ્યો હતો, જેમાં એક માણસને ચિતા સાથે સેલ્ફી લેતો બતાવવામાં આવ્યો હતો અને તે લોકોને પસંદ આવ્યો નહોતો. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે સફારી દરમિયાન એક ચિત્તો વાહનની નજીક આવે છે અને તેના પર કૂદી પડે છે. વિન્ડસ્ક્રીન પરથી, ચિત્તા સનરૂફ પર કૂદી પડે છે અને ત્યાં આરામથી બેસે છે. ચિત્તાની આ ક્રિયા પછી, તમે કારમાં પ્રવાસીઓને ગભરાતા જોઈ શકો છો.

ત્યારબાદ ચિત્તો પોતાને સનરૂફ હેઠળ આરામદાયક અનુભવે છે અને બળબળતી ગરમીમાં હાંફતો જોવા મળે છે. આ દરમિયાન, વાહનની અંદરના લોકો ફોટો ક્લિક કરતા અને વિઝ્યુઅલ રેકોર્ડ કરતા જોવા મળે છે. દરેકના આશ્ચર્ય વચ્ચે, એક માણસ સીટમાંથી બહાર આવે છે, પ્રાણીની નજીક ઉભો રહે છે અને સેલ્ફી લેવાનું શરૂ કરે છે. બંને એકબીજાને જુએ છે અને વ્યક્તિ પિક્ચર ક્લિક કરવાનું શરૂ કરે છે.

આ વીડિયોને ભારતીય વન સેવા અધિકારી ક્લેમેન્ટ બેન દ્વારા શેર કરવામાં આવ્યો છે. સાથે જ કેપશનમાં લખ્યું છે “આફ્રિકન સેલ્ફી… ચિત્તા સ્ટાઈલ.” પરંતુ લોકોને તે વ્યક્તિનું આ કૃત્ય પસંદ ન આવ્યું. એક યુઝરે કોમેન્ટ કરી, “અરે તમે શું કરી રહ્યા છો. ભગવાનનો આભાર કે તે ભૂખ્યો નથી નહીં તો….” અન્ય એક યુઝરે લખ્યું, “ચિત્તા તરફ ક્યારેય પીઠ ના ફેરવશો.”

Niraj Patel