જંગલ સફારી દરમિયાન જીપની નજીક આવી ગયો ચિત્તો, પછી ડ્રાઈવરે કર્યું એવું કામ કે જોઈને ગુસ્સે ભરાઈ ગયા લોકો, જુઓ વીડિયો

જંગલ સફારીમાં ગયેલા પર્યટકો એક ભૂખ્યા ચિત્તાને કરી રહ્યા હતા હેરાન.. ડ્રાઈવરે પણ કર્યું એવું કામ અને પછી ચિત્તાએ… જુઓ વીડિયો

Cheetah close encounter with tourists : ઘણા લોકો જનગલી પ્રાણીઓને જોવા માટે પ્રાણી સંગ્રહાલય અને જંગલ સફારીમાં જતા હોય છે. ત્યારે જનાગલ સફારીમાં જતા સમયે ઘણા લોકોના કેમેરામાં કેટલીક એવી એવી ઘટનાઓ કેદ થઇ જતી હોય છે જેના વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઇ જતા હોય છે. હાલ એક એવો જ ચિત્તાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં કેટલાક પ્રવાસીઓ જંગલ સફારી દરમિયાન ચિત્તા સાથે મસ્તી કરતા જોવા મળે છે. આ દ્રશ્ય જોઈને ઘણા લોકો ગુસ્સે થઈ ગયા હતા. કેટલાક યુઝર્સે આ પ્રવાસીઓને મૂર્ખ કહ્યા તો કેટલાકે કહ્યું કે જો ચિત્તાએ તેમના પર હુમલો કર્યો હોત તો તેઓએ પણ આ જ ભૂલ કહી હોત.  જંગલનો આ દુર્લભ નજારો 8 જૂને @nowthisnews ટ્વીટર હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવ્યો હતો.

તેણે કેપ્શનમાં લખ્યું કે નામીબિયા સફારીમાં જંગલ સફારી દરમિયાન પ્રવાસીઓ ભૂખ્યા ચિતા સાથે મળ્યા. વાસ્તવમાં, આ વિડિયો ગયા વર્ષે જૂન મહિનાનો છે અને નામીબિયાના વિન્ડહોક નજીક ચિત્તાને ખવડાવવા દરમિયાન શૂટ કરવામાં આવ્યો છે. આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે નામિબિયામાં જંગલ સફારી દરમિયાન એક જૂથ કેવી રીતે ભૂખ્યા ચિત્તાનો સામનો કરે છે.

જીપમાં સવાર પર્યટકના હાથમાં માંસ જોઈને ચિત્તો વાતાવરણને સમજવાની કોશિશ કરતો તેની તરફ ચાલે છે. બીજી તરફ, ચિત્તાને જોઈને પ્રવાસીઓ માંસ બતાવીને ‘મ્યાઉ’ કહેવાનો પ્રયાસ કરે છે. જેના બાદ ચિત્તો તેના પાછળના પગ પર ઉભો રહે છે અને કારના દરવાજા પર ચઢી જાય છે. તે ડ્રાઈવરની એટલી નજીક છે કે આ જોઈને કોઈ પણ ધબકારા વધી જાય. તે આશ્ચર્યજનક છે જ્યારે જીપનો ડ્રાઇવર વાહનનો દરવાજો ખોલીને ચિત્તાની સામે આવે છે અને માંસનો ટુકડો નાખે છે.

Niraj Patel