ઓછા બજેટમાં ફરવા માટે બેસ્ટ છે ભારતની આ 5 જગ્યા, એકવાર જશો તો વારંવાર જવાનું મન થશે

નોકરી ધંધા અને શહેરની ધાંધલ ધમાલથી કંટાળી જો તમે કોઈ શાંત જગ્યાએ ફરવા જવાનું વિચારી રહ્યા હોય તો આજે અમે તમને ભારતની કેટલીક એવી જગ્યાઓ વિશે જણાવીશું. જયાં જઈને તમે શાંતિથી  ફ્રેશ થઇ શકો છો અને આરામની પળો માણી શકો છો. ઘણીવાર એવું થતું હોય છે તે આર્થિક કટોકટીના કારણે પણ લોકો બહાર જવાનું ટાળતા હોય છે, પરંતુ આજે અમે તમને એવી કેટલીક જગ્યાઓ વિશે જણાવીશું જ્યાં તમે ઓછા ખર્ચે ફરવાની મજા માણી શકો છો.

1.ગોકર્ણ: જો તમે ભીડભાડવાળી જગ્યાએથી શાંતિ વાળી જગ્યાએ ફરવા જવાનું વિચારી રહ્યા છો તો ગોકર્ણ તમારા માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે. ગોકર્ણ કર્ણાટક રાજ્યનું એક નાનું શહેર છે, જે તેના દરિયા કિનારા અને મંદિરો માટે સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે. અહીં તમે પ્રાચીન સમુદ્ર તટ અને આકર્ષક કુદરતી વાતાવરણનો આનંદ ઉઠાવી શકો છો.

2.પુડુચેરી: આ એક શાંત અને સસ્તી જગ્યા છે અહીં તમે એક ફ્રાંસીસી અનુભવ માણી શકો છો. દક્ષિણ ભારતમાં ફરવા માટે પુડુચેરી એક આકર્ષક જગ્યા છે. આ ભારતના દક્ષિણ પૂર્વમાં સ્થિત એક નાનું શહેર છે, તે ફરવા માટે એક સુંદર અને સસ્તુ છે. આ જગ્યાએ તમે સાંજના સમયે દરિયા કાંઠે કેફેમાં બેસીને સુંદર નજારાનો આનંદ માણી શકો છે.

3.ઋષિકેશ: રોમાંચકારી સફેદ પાણી,રાફ્ટિંગ, શાનદાર દરિયા કિનારો અને ટ્રેકિંગની મજા માણવા માટે તમે ઋષિકેશ આવી શકો છે. ભારતમાં ઓછા બજેટમાં ફરવા માટે ઋષિકેશ એક સારી જગ્યા છે. અહીં તમને ફુલોની ઘાટી પણ જોવા મળશે તે તમારું મન મોહી લેશે.

4.હમ્પી: ઈતિહાસમાં રસ ધરાવતા લોકો માટે હમ્પી એક સુંદર જગ્યા છે. આ ઉપરાંત હમ્પીને ખંડેરોનું ઘર પણ કહેવામાં આવે છે. આ જગ્યાને યુનેસ્કોએ હેરિટેઝ સાઈટ પર જાહેર કરી છે. હમ્પી કર્ણાટક રાજ્યમાં ઉંચી પહાડીઓ અને ઘાટીઓ વચ્ચે આવેલ એક સુંદર ઐતિહાસિક સ્થળ છે. અહીં તમારો યાદગાર સમય વિતાવી શકો છો.

5.મેકલોડગંજ: મેકલોડગંજ હિમાચલ પ્રદેશમાં ધર્મશાળા પાસે આવેલ એક હિલ સ્ટેશન છે, જે ફરવા માટે સુંદર ડેસ્ટિનેશન છે અને સસ્તુ પણ છે. આ ઉપરાંત અહીં આધ્યાત્મિક નેતા દલાઈ લામાનું નિવાસસ્થાન પણ છે. અહીં પર્યટકોને જોવા માટે સુંદર ઝીલ, મંદિરો અને મઠો મુખ્ય છે. અહીંનું વાતાવરણ એકદમ રોમેન્ટિક હોય છે.

YC