ચા વાળો બન્યો કરોડપતિ : ખાતામાં આવ્યા 5 કરોડ રૂપિયા, ઘટના જાણી હેરાન રહી જશો

ચા વાળાના ખાતામાં આવી ગયા 5 કરોડ રૂપિયા, ખરીદ્યું લક્ઝુરિયસ ઘર, પછી હકિકત જાણી હોંશ ઉડી જશે

દેશભરમાંથી ઘણીવાર છેતરપીંડીના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે અને આવા કિસ્સાઓમાં ઘણીવાર કોઇ નિર્દોષ ફસાઇ જતા હોય છે. હાલમાં જ આવો મામલો સામે આવ્યો છે. જેમાં યુવકને માત્ર પ્યાદુ બનાવવામાં આવ્યો હતો. રીલ અને રિયલ એસ્ટેટમાં કામ અપાવવાના બદલામાં તેને મહિને 20 હજારના પગારની લાલચ આપવામાં આવી હતી. બદમાશોએ યુવકને રમૂજી વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનું કહ્યું હતુ અને કહ્યું કે ઈન્દોરમાં 7 દિવસની ટ્રેનિંગ થશે. આ યુવક ઈન્દોરમાં વર્લ્ડ કપ ઈન્ટરસેક્શન પર આવેલી હોટલમાં 7 દિવસ રોકાયો હતો. જ્યાંથી તેના 4 બેંકોમાં ખાતા ખોલવામાં આવ્યા હતા. 7 દિવસ પછી તે ઉજ્જૈન આવ્યો અને તેની ચાની દુકાનમાં કામ કરવા લાગ્યો.

યુવકના ખાતામાં દરરોજ 90-90 લાખનું પેમેન્ટ આવવા લાગ્યું ત્યારે તે સ્તબ્ધ થઈ ગયો હતો. જ્યારે તેણે પોલીસમાં ફરિયાદ કરી તો મામલો સામે આવ્યો. આ પછી જે થયું તે વાંચીને તમે પણ ચોંકી જશો. પોલીસનું કહેવું છે કે સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં જ ખુલાસો કરીને દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે.આ ઘટના ઉજ્જૈનના કનીપુરા રોડ પોલીસ સ્ટેશન ચિમનગજ વિસ્તારમાં સ્થિત મોહન નગરમાં રહેતા 20 વર્ષીય યુવક રાહુલ માલવિયા સાથે બની હતી. તે તેની માતા જયશ્રી માલવીયા સાથે રહે છે.

માતા ઢાબા પર કામ કરીને ગુજરાન ચલાવે છે. બંને ભાડાના મકાનમાં રહે છે. યુવક ટી સ્ટોલ પર કામ કરે છે. વાસ્તવમાં, ગયા વર્ષે દિવાળી દરમિયાન રાહુલને સૌરભ નામનો વ્યક્તિ ચાની દુકાન પર મળ્યો હતો. તેણે પોતાને ઈન્દોરનો રહેવાસી ગણાવ્યો હતો. રાહુલનો ફાયદો ઉઠાવી સૌરભે તેને રીલ બનાવીને સોશ્યિલ મીડિયા પર મુકવાની અને રિયલ એસ્ટેટનું કામ કરાવવાની વાત કરી હતી. 20-25 હજાર મહિનાનો પગાર આપવાની લાલચ પણ આપવામાં આવી હતી. તેણે કહ્યું કે ચાથી આટલી આવક નહીં થાય.

મારે ઈન્દોર જઈને 7 દિવસની ટ્રેનિંગ લેવી પડશે અને 20થી25 હજાર મહિને મળશે. કામ માત્ર સોશિયલ મીડિયા પર ફની વીડિયો પોસ્ટ કરવાનું છે ! ચાવાળો રાહુલ વાતચીતમાં આવી ગયો અને 7 દિવસ માટે ઈન્દોર ગયો.અહીં સૌરભે રાહુલના નામે ચાર અલગ-અલગ બેંકોમાં ખાતા ખોલાવ્યા. તેના ખાતામાં દરરોજ 90 લાખ રૂપિયાની લેવડદેવડ થવા લાગી. પહેલા તો તેને નવાઈ લાગી. તેણે સૌરભ સાથે વાત કરી. આના પર સૌરભે કહ્યું કે તું તારું મન વધારે ન ચલાવ. ઘર ખરીદવું હોય પૈસાની જરૂર હોય તો ખરીદી લે..

રાહુલે કનીપુરા રોડ પર મોહન નગરમાં 18 લાખ રૂપિયાનું ઘર ખરીદ્યું હતું. જ્યારે યુવક ભાડાનું મકાન છોડીને તેની માતા સાથે ઘરમાં રહેવા લાગ્યો ત્યારે એક દિવસ લગભગ 6 થી 7 બદમાશો પોલીસકર્મી સાથે રાહુલના ઘરે પહોંચ્યા. તેનું અપહરણ કરીને તેણે તેની માતા પર ઘર બદમાશોના નામે કરાવવા દબાણ કર્યું હતું. ગભરાયેલી માતાએ બદમાશોને ઘર આપી દીધું અને માંડ માંડ પુત્રને છોડાવ્યો. રાહુલે કોતવાલી સીએસપી પલ્લવી શુક્લાની ઓફિસમાં તેના મિત્ર દ્વારા આ અંગે ફરિયાદ કરી હતી.

પ્રતિકાત્મક તસવીર

આરોપ છે કે પલ્લવી શુક્લા અને એસઆઈએ 40 લાખ રૂપિયાની માંગ કરી અને કહ્યું કે જો પૈસા નહીં આપો તો તેઓ તમને અને તમારી માતાને અંદર લઈ જશે. પીડિત રાહુલે ઇનકાર કર્યો હતો કે મારી પાસે તે નથી, કારણ કે જે પૈસા આવ્યા હતા તે બદમાશોએ તેના ખાતામાં પાછા ટ્રાન્સફર કરી દીધા છે. મારા ખાતામાં કંઈ નથી. પછી 10 લાખની માંગણી કરી, જે પછી 5 લાખ પર અટકી ગયો. જ્યારે યુવકે સીએમ હેલ્પલાઈન પર ફરિયાદ કરી તો મામલો સામે આવ્યો. હવે CSP પલ્લવી શુક્લા કહે છે કે મને ફસાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

મામલાની તપાસ ચાલી રહી છે. પરેશાન યુવકનું કહેવું છે કે, એક તરફ મારા ખાતામાં આટલી રકમ આવી ગઈ અને તે ગાયબ થઈ ગઈ, હવે મને બેંકમાંથી ટેક્સ જમા કરાવવાના ફોન આવી રહ્યા છે. જ્યારે મને ફસાવનાર સૌરભનો સંપર્ક કર્યો તો તેનો સંપર્ક થઈ શક્યો ન હતો. હું કરોડોનો ટેક્સ ક્યાંથી જમા કરાવીશ ? બદમાશોએ ઘર પણ પોતાના નામે કરી લીધું છે. મારી પાસે ન તો ઘર છે ના તો પૈસા. મારે ઘર નથી જોઈતું પણ હું ક્યાં જઈશ? પોલીસ અને બદમાશો વતી મેં આઠ દિવસ પહેલા આઈજી, એસપી સહિત તમામ અધિકારીઓને ફરિયાદ કરી હતી પરંતુ આજ સુધી કોઈ સુનાવણી થઈ નથી.

પ્રતિકાત્મક તસવીર

પૈસાની માંગણી કરનાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે. સમગ્ર મામલાને ગંભીરતાથી લેતા યુવકની ફરિયાદના આધારે માધવ નગરના સીએસપી હેમલતા અગ્રવાલને તપાસ સોંપવામાં આવી છે. ટૂંક સમયમાં સમગ્ર મામલાનો ખુલાસો થશે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર મામલામાં એક કોન્સ્ટેબલની મિલીભગત જોવા મળી હતી. જેને એસએસપીના આદેશ મુજબ લાઇન જોડી દેવામાં આવી છે.

Shah Jina