નાના એવા ફ્રોકમાં દેખાઈ ચહલની ખુબસુરત પત્ની, લોકો આંખો ફાડી ફાડીને જોતા જ રહી ગયા, જુઓ

પૈસા અને સ્ટેટ્સ હોય તો શું ન થઇ શકે, નાના એવા ફ્રોકમાં દેખાઈ ચહલની ખુબસુરત પત્ની, લોકો આંખો ફાડી ફાડીને જોતા જ રહી ગયા, જુઓ

ભારતીય ક્રિકેટ ટીમ હાલ ઓસ્ટ્રેલિયામાં મેન્સ વર્લ્ડ ટી-20માં ભાગ લઇ રહી છે. જેમાં ભારતની ટીમે પોતાની બે મેચ રમી લીધી છે અને બંને મેચમાં શાનદાર વિજય પણ મેળવીને પોઇન્ટ ટેબલમાં ટોપ પર આવી ગઈ છે. ત્યારે આ દરમિયાન ખેલાડીઓ રમતની સાથે સાથે ઓસ્ટ્રેલિયાના સુંદર સ્થળો પર પણ મુલાકાત લેતા જોવા મળી રહ્યા છે.

થોડા સમય પહેલા જ ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને પત્ની નતાશાની રોમાન્ટિક તસવીરો સામે આવી હતી, ત્યારે હવે યૂઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રીની તસવીરો સામે આવી છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ કેટલીક તસવીરો શેર કરી છે.

ધનશ્રી પણ હાલમાં યુઝવેન્દ્ર ચહલ સાથે ઓસ્ટ્રેલિયામાં છે. તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર યુઝી ચહલ સાથે ઘણી રોમેન્ટિક તસવીરો શેર કરી છે. યુઝવેન્દ્ર ચહલ ICC T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની ટીમમાં સામેલ છે. જોકે, પાકિસ્તાન અને નેધરલેન્ડ સામે રમાયેલી પ્રથમ બંને મેચમાં તેને રમવાની તક મળી ન હતી.

ધનશ્રીએ પતિ યુઝવેન્દ્ર ચહલ સાથે સિડનીના ફેમસ ઓપેરા હાઉસની પણ મુલાકાત લીધી હતી. પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતા તેણે લખ્યું, ‘લોકોએ કહ્યું કે તેઓએ સિડની ઓપેરા હાઉસ જવું જોઈએ. આભાર સૂર્યા ભાઈ, મારો પણ ફોટો લીધો. તસવીરોમાં ધનશ્રી ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

ધનશ્રી વર્માને સોશિયલ મીડિયા ક્વીન માનવામાં આવે છે. તેણે તેની કેટલીક સિંગલ તસવીરો પણ પોસ્ટ કરી છે, જેને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. ધનશ્રી વર્મા ડાન્સ કોરિયોગ્રાફર અને ડેન્ટિસ્ટ પણ છે. ધનશ્રી વર્માની નૃત્ય સંબંધિત યુટ્યુબ ચેનલ છે. આ ચેનલના 26 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. ધનશ્રી બોલિવૂડ ગીતો રિક્રિએટ કરે છે.

યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્માએ તેમના સંબંધોના 3 મહિના પછી ઓગસ્ટ 2020માં સગાઈ કરી, અને ડિસેમ્બર 2020માં લગ્ન કર્યા હતા.આ ઉપરાંત ધનશ્રી અને ચહલ બંને પોતાના સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાની શાનદાર તસવીરો પણ તે પોસ્ટ કરતા રહે છે.

Niraj Patel