ટીમ ઇન્ડિયાની મુશ્કેલીઓ તો ઓછી થવાનું નામ જ નથી લઇ રહી. પહેલા ક્રિકેટર કૃણાલ પંડ્યા કોરોના સંક્રમિત મળ્યા તો ઉતાવળમાં અડધાથી વધારે ટીમ બદલવી પડી હતી. ગુરુવારે રાત્રે પ્રદર્શન બાદ ટી20 સીરીઝ પણ હાથથી નીકળી ગઇ. હવે એવી ખબર છે કે બે અન્ય ખેલાડીઓ પણ કોરોના પોઝિટિવ મળ્યા છે.
કૃણાલ પંડ્યાના નજીકના સંપર્કવાળા જે આઠ ખેલાડીઓને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા તેમાંથી યુઝવેન્દ્ર ચહલ અને કૃષ્ણપ્પા ગૌતમ પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. ચહક અને ગૌતમ એ 8 ખેલાડીઓમાંના એક હતા જે કોરોના સંક્રમિત થયેલ કૃણાલ પંડ્યાના સંપર્કમાં આવ્યા હતા. જો કે, બંને ખેલાડી હાલ આઇશોલેશનમાં છે. આ પહેલા 27 જુલાઇના રોજ કૃણાલ પંડ્યા પોઝિટિવ મળ્યા હતા.
ચહલ અને ગૌતમનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યાની ખબર છે અને હવે તં બંને પણ કૃણાલ સાથે નેગેટિવ રીપોર્ટ આવવા સુધી શ્રિલંકામાં રહેશે. ત્યાં બાકીના 6 ખેલાડી જેમાં હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, પૃથ્વી શો, દીપક ચાહર, મનીષ પાંડે અને ઇશાન કિશન સામેલ છે. આ બધા ભારત માટે રવાના થશે.
ESPN cricinfo ની માનીએ તો, યુઝવેન્દ્ર ચહલ અને ગૌતમ સહિત અન્ય ખેલાડીઓ ગુરુવારે નેગેટિવ આવ્યા હતા. શ્રીલંકાઇ સરકારના દિશા નિર્દેશ અનુસાર કોરોના સંક્રમિત થનાર વ્યક્તિને ઓછામાં ઓછા 10 દિવસ સુધી આઇશોલેશનમાં રહેવુ જરૂરી છે. તે બાદ કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ જ દેશ છોડવાની અનુમતિ આપવામાં આવશે.