‘બાપ-દીકરા બંને સાથે સૂઇ છે…’ બોલિવુડની આ અભિનેત્રી પર યુઝરે ઉઠાવ્યા સવાલ તો આપ્યો એવો જડબાતોડ જવાબ, આ શું બોલી ગઈ

આ એકમાત્ર એવી હિરોઈન છે જે બાપ-દીકરા બંને સાથે સૂઈ ચૂકી છે…. આવું સાંભળીને ભડકી સેલિના જેટલી, જુઓ શું બોલી ગઈ

કોઇ જમાનામાં બોલિવુડ ફિલ્મોમાં પોતાના અભિનય અને ખૂબસુરતીના દમ પર નામ કમાવવાવાળી અભિનેત્રી સેલિના જેટલીને કોણ ભૂલી શકે ? ફિલ્મી પડદાથી દૂર રહેવા છત્તાં સેલિના સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સાથે જોડાયેલી રહે છે. આ જ કારણ છે કે તે અવાર નવાર ચર્ચામાં રહે છે. છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર યુઝર્સના કેટલાક ફની અને વાહિયાત સવાલોને કારણે ચર્ચામાં આવેલી સેલિના ફરી એકવાર હેડલાઇન્સમાં છે.

આ વખતે એક ટ્વિટર યુઝરે અભિનેત્રી પર અભદ્ર ટિપ્પણી કરી છે, જે માત્ર તેના પાત્ર પર જ સવાલ નથી ઉઠાવી રહ્યો પરંતુ એક રીતે તેના પર આરોપ પણ લગાવી રહ્યો છે. ત્યારે સેલિના પણ આ આરોપો પર શાંતિથી થોડી બેસવાની હતી, તેણે યુઝરની ક્લાસ લગાવતા એવો જડબાતોડ જવાબ આપ્યો કે લોકો પણ સ્તબ્ધ રહી ગયા. સેલિના જેટલી પોતાની સ્પષ્ટવક્તા માટે પ્રખ્યાત છે. સોશિયલ મીડિયા હોય કે પબ્લિક પ્લેસ તે દરેક મુદ્દા પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે.

સેલિના જેટલી વિશે ટ્વિટર પર એક યુઝરે લખ્યું કે, ‘સેલિના જેટલી બોલિવૂડની એકમાત્ર એવી અભિનેત્રી છે જે ફરદીન ખાન અને તેના પિતા ફિરોઝ ખાન સાથે ઘણી વખત સૂઈ છે.’ જ્યારે સેલિના જેટલીએ આ ટ્વીટ વાંચ્યું તો તે ભડકી અને તે યુઝરને એવો જવાબ આપ્યો કે તેની બોલતી બંધ થઈ ગઈ. સેલિના જેટલીએ યુઝરના ટ્વીટનો જવાબ આપતા લખ્યું, ડિયર મિસ્ટર સંધૂ, આશા છે આ પોસ્ટ કર્યા પછી તમે મર્દ બની ગયા હશો અને તમારા ઇરેક્ટાઇલ ડિસફંક્શનની સારવાર થઇ ગઇ હશે,

પણ તમારી સમસ્યા ઠીક કરવા માટે બીજી પણ ઘણી રીત છે, જેમ કે ડોક્ટર પાસે જવું. આ તમારે જરૂર ટ્રાય કરવું જોઇએ. આ ઉપરાંત સેલિનાએ આ ટ્વિટને ટ્વિટર સેફ્ટીને પણ ટેગ કર્યુ અને યુઝર વિરૂદ્ધ એક્શન લેવાની પણ માગ કરી. આ પહેલા એક ટ્વિટર યુઝરે સેલિનાને પત્ર લખ્યો હતો, જેમાં લખ્યું હતું કે, ‘સેલિના જેટલીને શુભકામનાઓ. મારી તબિયત સારી નથી હું બીમાર થાઉં એ પહેલાં મારી સંભાળ લેવાવાળું કોઈ નથી, જલ્દીથી મને તમારી સાથે લઈ જાઓ. વહેલામાં વહેલી તકે લગ્ન કરી લો, હું જમાઈ બનવા તૈયાર છું, મારું જીવન અને સ્વાસ્થ્ય બચાવો.

ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા સેલિના જેટલીએ લખ્યું, ‘હું મારા પતિ અને ત્રણ બાળકોને પૂછીશ અને પછી કહીશ.’ જણાવી દઈએ કે સેલિના જેટલીએ ફિલ્મ જાનશીનથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ફિરોઝ ખાન દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં સેલિનાએ ફરદીન ખાન સાથે સ્ક્રીન શેર કરી હતી. આ સિવાય સેલિના જેટલી ‘ટોમ ડિક હેરી’, ‘અપના સપના મની મની’, ‘નો એન્ટ્રી’ અને ‘ગોલમાલ રિટર્ન્સ’ જેવી ફિલ્મોમાં જોવા મળી છે. અભિનેત્રીએ વર્ષ 2020માં ફિલ્મ સિઝન ગ્રીટીંગ્સથી કમબેક કર્યું હતું.

Shah Jina