દુઃખદ: ‘જસ્સી જૈસી કોઇ નહિ’ ફેમ અભિનેત્રીનું થયું અચાનક નિધન, લાંબા સમયથી હતી બીમાર

દિગ્ગજ ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી ઉત્તરા બાવકરનું 79 વર્ષની ઉંમરમાં નિધન થઇ ગયુ છે. મંગળવારના રોજ લાંબી બીમારી બાદ પુણેના એક હોસ્પિટલમાં તેમણે પોતાના પ્રાણ ત્યાગી દીધા. એક મહાન કલાકાર બાવકરે મૃણાલ સેનની એક દિન અચાનકમાં એક પ્રોફેસરની પત્નીના રૂપમાં જબરદસ્ત કામ કર્યુ, જે આજે પણ યાદ કરવામાં આવે છે. આ ફિલ્મ માટે તેમને બેસ્ટ સપોર્ટિંગ રોલ એક્ટ્રેસનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો.

ગોવિંદ નિહલાનીની તમસ અને રુક્માવતી કી હવેલીમાં તેમના કામની ઘણી સરાહના કરવામાં આવી હતી. ઉત્તરા બાવકરે એનએસડીમાં ઇબ્રાહિમ અલ્કાજીના અંડરમાં ટ્રેનિંગ લીધી હતી. એનએસડીમાં એક્ટિંગની એકદમ ઝીણામાં ઝીણી વસ્તુ શીખ્યા બાદ ઉત્તરાએ પ્રસિદ્ધ નાટક મુખ્યમંત્પીમાં પદ્માવતી, મીના ગર્જરીમાં મીના, શેક્સપિયરના ઓથેલોમાં ડેસ્ડેમોના અને નાટકકાર ગિરીશ કર્નાડના નાટક તુગલકમાં માતાનું પાત્ર નિભાવ્યુ હતુ.

આ સિવાય તેમણે તેમના કરિયરમાં ઘણા નાટકોમાં કામ કર્યુ છે. ઉમરાવ જાનમાં તેમના પાવરહાઉસ પરફોર્મન્સ માટે જાણિતા છે. તે એક આકાશવાણી નાટક કલાકાર પણ હતા. ઉત્તરા ઉડાન, અંતરાલ, એક્સ જોન, રિશ્તા કોરા કાગજ, નજરાના, જસ્સી જૈસી કોઇ નહિ, કશમકશ જિંદગી કી અને જબ લવ હુઆ જેવા ટીવી શોમાં પણ જોવા મળ્યા છે. તેમની સાથે ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂક્લા ફિલ્મકાર સુનીલ સુક્થાંકરે તેમને ઘણી અનુસાશિત એક્ટ્રેસ કહી.

તેમણે કહ્યુ કે, જ્યારે તે સેટ પર હોય ત્યારે તે બિલકુલ બકવાસ ન કરે. પીટીઆઇને તેમણે કહ્યુ- તેમણે અમારી ફિલ્મોમાં ઘણા પાવરફુલ રોલ કર્યા અને તે એક અનુસાશિત એક્ટ્રેસ હતી. તે સેટ પર બિલકુલ ફાલતુ વાતો નહોતી કરતી. નાટક અને અભિનય જગતમાં યોગદાન માટે ઉત્તરાને 1984માં સંગીત નાટક એકેડમી પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા.

Shah Jina