આ હિરોઇનને પ્રેગ્નેંસીમાં કરવો પડ્યો હતો રેપ સીન શૂટ, થઇ ગઇ હતી એવી ખરાબ હાલત કે… હોસ્પિટલ ભાગવું પડ્યુ હતુ, વાંચો આખી સ્ટોરી

આજની તારીખમાં અભિનેત્રીઓ પોતાની પ્રેગ્નેંસી છુપાવે છે, અને બેબી બંપ ફોટોશૂટ શેર કરવામાં પણ ખચકાટ અનુભવે છે. પહેલાના જમાનાની અભિનેત્રીઓ આવી નહોતી. હિંદી સિનેમા જગતમાં પ્રેગ્નેટ અભિનેત્રીઓ માચે કામ કરવું આજે જેટલું સરળ છે તેટલું કેટલાક વર્ષો પહેલા સુધી નહોતુ. આજે અમે તમને જણાવવાના છીએ વર્ષ 1974માં આવેલી ફિલ્મ રોટી કપડા ઔર મકાન સાથે જોડાયેલ એક દર્દ ભરેલો કિસ્સો.

આ ફિલ્મની અભિનેત્રીએ પ્રેગ્નેંસી દરમિયાન રેપ સીન શૂટ કર્યો હતો અને આજે પણ તે આને યાદ કરીને સહમી ઉઠે છે. જાણીતી અભિનેત્રી મૌસમી ચેટર્જી ફિલ્મ રોટી કપડા ઔર મકાન ફિલ્મના રેપ સીનનું શૂટિંગ કરતી વખતે પ્રેગ્નેટ હતી. 1974માં રિલીઝ થયેલી ‘રોટી કપડા ઔર મકાન’ને બ્લોકબસ્ટર હિટ માનવામાં આવે છે. મૌસમી ચેટર્જીએ પોતાના શાનદાર અભિનયથી ઘણા વર્ષો સુધી લોકોના દિલ પર રાજ કર્યું છે.

તેણે પોતાની કારકિર્દીમાં એકથી વધુ સુપરહિટ ફિલ્મો આપી છે. જેમાં તેનો અભિનય આજે પણ લોકો યાદ કરે છે. જ્યારે મૌસમી રોટી કપડા ઔર મકાન ફિલ્મનું શુટિંગ કરી રહી હતી અને આ ફિલ્મનો જ્યારે રેપ સીન શુટ કરવાનો હતો ત્યારે તે પ્રેગ્નેટ હતી. આ વાતનો ખુલાસો ખુદ અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો. અભિનેત્રીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, હું ‘રોટી કપડા ઔર મકાન’ના શૂટિંગ દરમિયાન પ્રેગ્નેટ હતી અને ત્યારે મેં રેપ સીન શૂટ કર્યો હતો.

જે કરતી વખતે હું ખૂબ નર્વસ પણ હતી. આ સીન શૂટ કરતી વખતે હું અચાનક નીચે પડી ગઈ, જેના કારણે મને બ્લીડિંગ થવા લાગ્યુ. જે બાદ તરત જ મને હોસ્પિટલ લઈ જવામાં આવી, જો કે, સદનસીબે મારા બાળકને કંઈ થયું ન હતું. જણાવી દઇએ કે, મૌસમી ચેટર્જીએ માત્ર 16 વર્ષની ઉંમરે અભિનય શરૂ કર્યો હતો. તેની પહેલી ફિલ્મ ‘અનુરાગ’ હતી. આ પછી તે ‘પ્રેમ બંધન’, ‘બેનામ’, ‘વક્ત કી આવાઝ’, ‘વતન કે રખવાલે’, ‘મંઝીલ’, ‘સબસે બડા રુપૈયા’, ‘ઉમરકેદ’ જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં જોવા મળી.

Shah Jina