સ્વરા ભાસ્કરે ફહાદ અહેમદ સાથે અંતરધાર્મિક લગ્ન પર કહ્યુ- ભારતમાં યુવા કપલને જાતિ, વર્ગ અને ધર્મ…

ફહાદ સાથે ઇંટર-રિલેજન મેરેજ પર સ્વરા ભાસ્કરની બે ટૂક- જો તમે પ્રેમ કરો છો તો…

અભિનેત્રી સ્વરા ભાસ્કર આ દિવસોમાં પતિ ફહાદ અહેમદ સાથે તેની મેરિડ લાઇફ એન્જોય કરી રહી છે. સમાજવાદી પાર્ટી નેતા સાથે લગ્ન બાદ સ્વરા ઘણી ચર્ચામાં આવી હતી. હાલમાં જ સ્વરા અને ફહાદ એક મેગેઝિનના ફોટોશૂટ માટે સાથે નજર આવ્યા હતા. આ દરમિયાન કપલે તેમની લવ સ્ટોરીને લઇને ખુલીને વાત કરી અને આખરે કઇ વસ્તુ તે બંનેને નજીક લઇ આવી તેના વિશે પણ વાત કરી.

તાજેતરના એક ઈન્ટરવ્યુમાં સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદે જણાવ્યું કે તેઓ પહેલી વાર જાન્યુઆરી 2020માં એક પ્રોટેસ્ટ દરમિયાન મળ્યા હતા. જ્યારે અભિનેત્રીને સફળ સંબંધનું રહસ્ય પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, “હું સલાહ આપવા માંગતી નથી કારણ કે અમારો સંબંધ એકદમ નવો છે. પરંતુ મને લાગે છે કે જેણે અમને એક સાથે રહેવા માટે સક્ષમ બનાવ્યા તે એ હતું કે અમે સ્વીકાર્યું કે અમે અલગ અલગ દુનિયામાંથી આવ્યા છીએ.

ભારતમાં પ્રેમ ઘણા સામાજિક દબાણ સાથે આવે છે. ભારતમાં યુવા કપલને જાતિ, વર્ગ અને ધર્મ સામે લડવું પડે છે. પરંતુ જો તમે એકબીજાને પ્રેમ કરો છો, તો ડર સામે લડો.” ફહાદ સાથેના તેના સંબંધો વિશે સ્વરાએ કહ્યું, “એ સ્વીકારવાની જરૂર છે કે અમે બે અલગ અલગ લોકો છીએ, અલગ પૃષ્ઠભૂમિમાંથી આવ્યા છીએ અને અમારા અનુભવો પણ અલગ છે. હું તો કહીશ કે તમે જેવા છો એવા રહો, ક્યારેય ના બદલાવો. પરંતુ તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું ઠીક છે કારણ કે આપણે આ રીતે શીખીએ છીએ.”

અભિનેત્રીએ ફહાદને અદ્ભુત ગણાવ્યો હતો. ઉપરાંત, તેણે કહ્યું કે તે બિન-જજમેન્ટલ વલણ ધરાવે છે. તેણે એમ પણ કહ્યું કે તે તેને ખૂબ જ સપોર્ટ કરે છે. તમને જણાવી દઈએ કે, સ્વરા ભાસ્કરે આ વર્ષે ફેબ્રુઆરીમાં સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહેમદ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. કોર્ટ મેરેજ બાદ કપલે રીતિરિવાજ અનુસાર લગ્ન કર્યા અને પછી બરેલી અને દિલ્હીમાં ભવ્ય રિસેપ્શન પાર્ટી આપી, જેની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ હતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો, સ્વરા છેલ્લે 2022માં રિલીઝ થયેલી ફિલ્મ ‘જહાં ચાર યાર’માં જોવા મળી હતી.

Shah Jina