બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ ગોળ કીપર શ્રીજેશે કર્યો નાગિન ડાન્સ, જશ્નમાં ડૂબ્યા ટીમના ખેલાડીઓ, કપ્તાને માંગી માફી, કહ્યું “ગોલ્ડ લાવી શક્યા હોત.. પરંતુ…”, જુઓ
Celebrating the Indian Hockey Team : 8મી ઓગસ્ટનો દિવસ ભારતીય હોકી ટીમ માટે ઈતિહાસમાં નોંધાયેલો છે. પેરિસ ઓલિમ્પિક 2024માં મેન્સ હોકીની બ્રોન્ઝ મેડલ મેચ ભારત અને સ્પેનની ટીમો વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ભારતે સ્પેનને 2-1થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ઓલિમ્પિકના ઈતિહાસમાં ભારતનો આ 13મો મેડલ છે અને તે પોતાનામાં એક વર્લ્ડ રેકોર્ડ છે. અત્યાર સુધી કોઈ દેશ ઓલિમ્પિકમાં આટલા મેડલ જીતી શક્યું નથી. આ સાથે જ ભારતે સતત બીજી વખત ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

આ ઐતિહાસિક જીત બાદ ભારતીય ખેલાડીઓએ ખૂબ જ ઉજવણી કરી અને ખૂબ ડાન્સ કર્યો, જેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ભારતની આ જીતથી દેશના અબજો લોકોને ટીમના ખેલાડીઓ સાથે ડાન્સ કરવાની તક મળી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં હોકી ટીમના ખેલાડીઓ ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. ગોલકીપર પીઆર શ્રીજેશ પંજાબી ભાંગડા કરતો જોવા મળે છે.

આ વીડિયોમાં અમિત રોહિદાસ, મનદીપ સિંહ, કેપ્ટન હરમનપ્રીત સિંહ પણ જોવા મળી રહ્યા છે. હોકી ઈન્ડિયાએ આ વીડિયોના કેપ્શનમાં પણ લખ્યું છે કે વિજય પછીનું દ્રશ્ય. તે જ સમયે, ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ તિરંગા સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. ટીમ ઈન્ડિયાની દિવાલ તરીકે ઓળખાતા ગોલકીપર પીઆર શ્રીજેશની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની આ છેલ્લી મેચ હતી. શ્રીજેશે 2004માં જુનિયર ટીમથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી, ત્યારબાદ તે 2006માં સિનિયર ટીમ સાથે જોડાયો હતો.

તેણે પોતાની કારકિર્દી દરમિયાન ભારત માટે 300 થી વધુ મેચ રમી હતી. તેમને 2021માં મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેને વર્ષ 2021માં વર્લ્ડ ગેમ્સ એથ્લેટ ઓફ ધ યરનો એવોર્ડ પણ મળ્યો હતો. શ્રીજેશને તેની કારકિર્દી દરમિયાન ભારતીય ટીમની કમાન સંભાળવાની તક પણ મળી હતી.

તો ટીમ ઈન્ડિયાની જીત બાદ કેપ્ટન હરમનપ્રીત પણ ઘણો જ ખુશ જોવા મળ્યો હતો. આ સાથે તેની માફી પણ માંગી અને કહ્યું કે તેની ટીમ ગોલ્ડ મેડલ જીતી શકી હોત. હરમનપ્રીતે કહ્યું, ‘અમે ગોલ્ડ જીતી શક્યા હોત પરંતુ હું તેમ ન કરી શકવા બદલ માફી માંગુ છું.’ હરમનપ્રીતે શ્રીજેશની પ્રશંસા પણ કરી અને કહ્યું કે તેની ખોટ ભરવી અશક્ય છે. હરમનપ્રીતે કહ્યું, ‘અમારી ટીમમાં કેટલાક એવા છોકરાઓ છે જેમની ઉંમર શ્રીજેશની કારકિર્દી જેટલી છે. તે અમારા માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ છે. અમે આ જીત શ્રીજેશને સમર્પિત કરીએ છીએ. તે ઘણો મોટો ખેલાડી છે. તેને તેની છેલ્લી મેચમાં આ મેડલ જીતતા જોઈને અમે ખૂબ જ ખુશ છીએ.
CELEBRATIONS FROM PR SREEJESH AFTER BRONZE MEDAL. 🥉
– Thank you, Wall…!!! 🇮🇳 pic.twitter.com/7z9E6A9kbO
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 8, 2024