10માં માળ ઉપર ફસાઈ ગયેલી બિલાડીને બચાવવા માટે ગયો આ વ્યક્તિ, પરંતુ પછી જે થયું તે જોઈને રૂંવાડા ઊભા થઇ જશે, જુઓ વીડિયો

દુનિયાની અંદર ઘણા લોકો એવા છે જે પ્રાણીઓને ખુબ જ પ્રેમ કરે છે, ઘણા લોકો તો એવા પણ હોય છે જે પ્રાણીઓને બચાવવા માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દેતા હોય છે. સોશિયલ મીડિયામાં એવા ઘણા વીડિયો પણ આપણે વાયરલ થતા જોયા છે જેમાં લોકો પ્રાણીઓનો જીવ બચાવતા હોય છે.

હાલ એવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં 10માં માળે ફસાયેલી બિલાડીને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવે છે. પરંતુ આ વીડિયો જોઈને ઘણા લોકોના રૂંવાડા પણ ઉભા થઇ જાય છે. કારણે કે જે રીતે બિલાડીને બચાવવામાં આવે છે, તે જોતા એક સમયે હૃદય પણ ધબકાર ચુકી જાય.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક બિલાડી 10માં માળ ઉપર ફસાયેલી છે. તે બાલ્કનીની બહાર એક નાની અમથી પાળી ઉપર ઉભી રહી ગઈ છે, હવે તે ના આગળ જઈ શકે છે ના પાછળ જઈ શકે તેમ છે. બિલાડીને જોતા જ તેનો જીવ જોખમમાં હોય તેમ લાગે છે. ત્યારે જ એક વ્યક્તિ ત્યાં આવે છે અને તે પોતાના ડંડામાં જાળી બાંધી અને બિલાડીને બચાવવા જાય છે. પરંતુ પછી જે થાય છે તે જોઈને તમારા મોઢામાંથી પણ ચીસ નીકળી જશે.

 

View this post on Instagram

 

A post shared by Animal cute (@animal000love)

વીડિયોમાં આગળ જોવા મળી રહ્યું છે કે બિલાડી તે વ્યક્તિ દ્વારા ડંડા ઉપર બાંધેલી જાળમાં નથી ફસાતી અને 10માં માળેથી સીધી જ નીચે પડે હ્ચે. પરંતુ બિલાડીને બચાવવા માટે ચાર લોકો નીચે મોટી ચાદર લઈને ઉભા હોય છે અને બિલાડી તેમાં જઈને પડે છે, જેના કારણે બિલાડીનો જીવ બચી જાય છે, વાયરલ વીડિયોને જોઈને જીવદયા પ્રેમીઓ દ્વારા આ કામની ખુબ પ્રસંશા કરવામાં આવી રહી છે.

Niraj Patel