લત્તા મંગેશકરના અંતિમ સંસ્કારમાં એવું કરવા બદલ શાહરૂખ ખાન ફસાયો, ફેન્સ ચિંતામાં મુકાયા

બિહારમાં અભિનેતા શાહરૂખ ખાન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ આર્યન દ્વારા હાજીપુર કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. મામલો લતા મંગેશકરની અંતિમ યાત્રામાં ફાતિહા વાંચવાનો છે. આર્યન અનુસાર, સંગીત ક્વીન લતા મંગેશકરના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં શાહરૂખ ખાને લતાજીના પાર્થિવ દેહ આગળ ફાતિહા વાંચી અને ફૂંક મારી હતી. આર્યને નોંધાવેલી ફરિયાદમાં કહ્યું છે કે, આનાથી હિંદુ ધર્મના લોકોને ઠેસ પહોંચી છે. અમારી લાગણીઓને ઠેસ પહોંચી છે. શાહરુખ વિરુદ્ધ કેસ દાખલ કરનાર હાજીપુરના આર્યન સિંહે કહ્યું છે કે ‘મને પૂરો વિશ્વાસ છે કે કોર્ટમાં ન્યાય મળશે. આર્યન સિંહ વતી એડવોકેટ રમેશ સિંહ ચંદેલે ફરિયાદ દાખલ કરી છે.

એડવોકેટ રમેશ સિંહ ચંદેલ અનુસાર કોર્ટ હાલમાં વર્ચ્યુઅલ મોડમાં ચાલી રહી છે તેથી ઈ-ફાઈલિંગ દ્વારા ફરિયાદ પત્ર દાખલ કરવામાં આવ્યો છે. આ ફરિયાદ ભારતીય દંડ સંહિતાની કલમ 295, 295A, 500 અને 504A હેઠળ દાખલ કરવામાં આવી છે.લતા મંગેશકરના અંતિમ સંસ્કાર દરમિયાન શિવાજી પાર્કમાં ઘણી જાણીતી હસ્તીઓ હાજર રહી હતી. આ દરમિયાન શાહરૂખ અને તેની મેનેજર પૂજા દદલાની શિવાજી પાર્કમાં જોવા મળ્યા હતા. પહેલા શાહરૂખ ખાને લતા મંગેશકરને પુષ્પાંજલિ આપી, તેમના ચરણ સ્પર્શ કરીને પ્રાર્થના કરી અને પછી માસ્ક હટાવીને ફૂંક મારી. શાહરૂખ ખાનની લતા મંગેશકરના શરીર પર ફૂંક મારતાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઇ ગયા હતા.

ઘણા લોકો વિચાર્યા વગર શાહરૂખ ખાનની ટીકા કરવા લાગ્યા હતા. ઈન્ટરનેટ પર ઘણા ટ્રોલર્સે શાહરૂખ ખાનના આવું કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો. તેઓએ કહ્યુ કે, શાહરુખ ખાને લતા મંગેશકરના શરીર પર ફૂંકવાને બદલે થૂંક્યુ છે. પરંતુ તમને જણાવીએ કે શાહરુખ ખાને આવું કેમ કર્યું અને તેની પાછળનું કારણ શું છે. વાસ્તવમાં, આ એક ઇસ્લામિક પરંપરા છે. ઇસ્લામિક પરંપરા અનુસાર, જ્યારે પ્રાર્થના કરવામાં આવે છે, ત્યારે બંને હાથને છાતી સુધી ઉંચા કરીને અલ્લાહને પ્રાર્થના કરવામાં આવે છે.

જ્યારે શાહરૂખે તેની મેનેજર પૂજા દદલાની સાથે રવિવારે સાંજે દિવંગત ગાયિકાના અંતિમ સંસ્કાર પહેલા તેને અંતિમ વિદાય આપી હતી, ત્યારે તેણે ફાતિહા વાંચી અને ફૂંક મારી હતી, જેના બાદ લોકોએ શાહરૂખ ખાન પર થૂંકવાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે શાહરૂખ ખાને દુઆ બાદ પહેલા હાથ જોડીને દુઆ કરી અને પછી લતા મંગેશકરના નશ્વર દેહના પગ તરફ ફૂંક મારી. આમ કરવું એ ઇસ્લામમાં મૃત આત્મા માટે પ્રાર્થનાનો એક ભાગ છે.

Shah Jina