આ કેક આર્ટિસ્ટ છે ગજબની કારીગર…બનાવે છે એવી એવી કેક કે જોઈને તમારા દિમાગના તાર પણ હચમચી જશે.. જુઓ વીડિયો

આ યુવતીની કેક જોઈને લોકોને ચક્કર આવી જાય છે, ક્યારેક કીડા જેવી કેક બનાવે છે તો ક્યારેક પોતાની જ સેલ્ફી કેક… જુઓ વીડિયો

દુનિયાભરમાં ઘણા બધા લોકો એવા છે જે તેમની કારીગરી દ્વારા લોકોના દિલ જીતી લેતા હોય છે. આજે જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા દ્વારા લોકો પોતાના ટેલેન્ટને પણ શેર કરતા રહે છે અને તેમના આ ટેલેન્ટને દૂર દેશમાં બેઠેલો કોઈ વ્યક્તિ પણ જોઈને તેના વખાણ કરવા લાગે છે. ત્યારે હાલ એવી જ એક કે આર્ટિસ્ટનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

તમે પાર્ટી, પ્રસંગ કે તમારા પોતાના જન્મ દિવસ કે શુભ પ્રસંગમાં અવનવી કેક જોઈ કે મંગાવી હશે. ઘણા કેક આર્ટિસ્ટ અવનવી સ્ટાઈલમાં કેક બનાવતા હોય છે. પરંતુ વાયરલ થઇ રહેલી આ કેક આર્ટિસ્ટ તો લોકોના દિમાગ હચમચાવી દેવાનું કામ કરી રહી છે. આ કેક આર્ટિસ્ટ એવી એવી કેક બનાવે છે જેને જોઈને કોઈ પણ હક્કાબક્કા રહી જાય.

કેક આર્ટિસ્ટ નતાલિયા સાઇડસર્ફ તેના કેક બનાવવાના વીડિયો યુટ્યુબ તેમજ ઇન્સ્ટાગ્રામ પર શેર કરે છે. નતાલિયા ઘણીવાર ફળો, શાકભાજી અને પ્રાણીઓની સુંદર કેક બનાવતી જોવા મળે છે. હાલમાં જ નતાલિયાનો કેક બનાવતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે કીડા જેવી દેખાતી કેક બનાવતી જોવા મળે છે. જેને જોઈને કોઈ કહી શકતું નથી કે તે કેક છે કે કીડો.

 

View this post on Instagram

 

A post shared by Sideserf Cake Studio (@sideserfcakes)

થોડા દિવસ પહેલા જ નતાલિયાએ તેની અદભૂત કેક બનાવવાની પ્રતિભાથી દરેકને આશ્ચર્યચકિત કરી દીધા હતા. તેણે પોતાની કળાનો એક નાનકડો નમૂનો રજૂ કર્યો છે. જેમાં તે સેલ્ફી કેક બનાવતી જોવા મળી રહી છે. આ પ્રકારની આર્ટવર્ક જોઈને યુઝર્સ પણ કન્ફ્યુઝ થઈ ગયા છે કે કેક કોણ છે અને નતાલિયાનો અસલી ચહેરો કોણ છે.

Niraj Patel