સુરતમાં બુરખો પહેરીને આવેલી મહિલાએ કર્યું હતું 2 વર્ષના બાળકનું અપહરણ, પોલીસે ફિલ્મી ઢબે કરી મહિલાની ધરપકડ

સમગ્ર દેશ સાથે ગુજરાતમાં પણ નાના બાળકોના પહરણના મામલાઓ સામે આવવા લાગ્યા છે. થોડા દિવસ પહેલા જ સુરતના ડિંડોલી વિસ્તારમાં એક બે વર્ષના બાળકનું અપહરણ થવાનો મામલો સામે આવ્યો હતો. જેના બાદ પોલીસે બાળકીની શોધખોળ શરૂ કરી હતી અને આખરે અપહરણ કરનાર મહિલાની ધપરકડ પણ કરી લીધી.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ગત રવિવારના રોજ સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા એક શ્રમિક પરિવારના બે વર્ષની બાળકના અપહરણનો મામલો પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. જેમાં શ્રમિક પરિવારના ઘરમાં 7 વર્ષની દીકરી તેના 2 વર્ષના ભાઈ સાથે ઘરમાં હતી અને તેની માતા ઘરની બહાર હતી, ત્યારે જ એક બુરખો પહેરેલી મહિલાએ આવી અને 7 વર્ષની દીકરીને કહ્યું કે તારી મમ્મી તને ગેટ ઉપર બોલાવી રહી છે.


જેના બાદ 7 વર્ષની દીકરી ઘરની બહાર નીકળતા જ બુરખો પહેરેલી મહિલાએ 2 વર્ષના દીકરાનું અપહરણ કરી લીધું અને ત્યાંથી ચાલી નીકળી હતી. જયારે બાળકની માતા ઘરે આવી ત્યારે દીકરાનું અપહરણ થયું હોવાનું જાણ થતા તેમને ડિંડોલી પોલીસ મથકે બાળકનું અપહરણ થવાનો કેસ દાખલ કરાવ્યો હતો.

(પ્રતીકાત્મક તસવીર)

જેના બાદ પોલીસ પણ આ બાળકને શોધવામાં લાગી ગઈ હતી. પોલીસે આ મામલામાં ક્રાઇમ બ્રાન્ચની પણ મદદ લીધી હતી અને સોશિયલ મીડિયા દ્વારા પણ બાળકને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, ઉપરાંત શહેરમાં બાળકના પોસ્ટર પણ લગાવવામાં આવ્યા હતા અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ સમગ્ર મામલામાં 72 કલાકની અંદર જ સફળતા મેળવી માસુમ બાળક અને અપહરણ કરનાર મહિલાની ધરપકડ કરી લીધી હતી.

આરોપી મહિલાનું નામ લીંબાયતની રહેવાસી રૂબીના શેખ હોવાનું સામે આવ્યું હતું. રૂબીનાએ ધરપકડ બાદ જણાવ્યું હતું કે તેની બહેન નરગીસને બાળક ના હોવના કારણે તેને 2 વર્ષના બાળકની રેકી કરી અને તેના બાદ તેનું અપહરણ કર્યું હતું.  ગુરુવારના રોજ પોલીસે માસુમ બે વર્ષના બાળકને તેના પરિવારને સોંપી દીધું છે.

Niraj Patel