ભારતના આ યુટ્યૂબરે ચલાવી દુનિયાની સૌથી મોંઘી ગાડી, 2 સેકેંડમાં પકડી લે છે 100 કિમિની સ્પીડ, વીડિયો તમારા પણ હોશ ઉડાવી દેશે

આપણા દેશમાં ઘણા બધા યુટ્યુબર છે, જે હંમેશા તેમની યુટ્યુબ ચેનલ ઉપર અવનવા વીડિયો લઈને આવતા હોય છે અને તેને જોઈને લોકો પણ હેરાન રહી જતા હોય છે. એવી એજ એક યુટ્યુબ ચેનલ છે ક્રેઝી XYZ. આ ચેનલ ઉપર 23 મિલિયન સબસ્ક્રાઈબર છે અને તેમાં પણ એકથી એક ધાંસુ વીડિયો જોવા મળતા હોય છે. આ યુટ્યુબર છે રાજસ્થાનના રહેવા વાળો અમિત શર્મા.

ત્યારે હાલમાં તેને એક કારના ટેસ્ટ ડ્રાઈવનો વીડિયો શેર કર્યો છે. Crazy XYZ નામની યુટ્યુબ ચેનલ ચલાવતા અમિત શર્માએ દુનિયાની સૌથી મોંઘી કારમાંથી એક બુગાટીની ટેસ્ટ ડ્રાઈવ કરી હતી. અમિતે કહ્યું કે જો આ કારને ભારતમાં આયાત કરવામાં આવે તો તેની કિંમત ટેક્સ લગાવીને લગભગ 56 કરોડ રૂપિયા થઈ જશે. તેણે કહ્યું કે બુગાટી કારનો અવાજ લેમ્બોર્ગિની અને ફેરારીથી અલગ છે. આ કાર માત્ર 2 સેકન્ડમાં 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ હાંસલ કરી લે છે.

અમિતે જે કાર ચલાવી તે યુટ્યુબર કાર્લ રુનફેલ્ટની માલિકીની છે. અમિતે કહ્યું કે જે પાવર આ કારમાં છે તે બીજી કોઈ કારમાં નથી જોયો. તમને જણાવી દઈએ કે અમિતે આઈઆઈટીમાંથી અભ્યાસ કર્યો છે અને તે ટેક્નોલોજી અને સાયન્સ સાથે જોડાયેલા વીડિયો અપલોડ કરતો રહે છે. અમિત શર્માએ આ પ્રીમિયમ બુગાટી કારનું ઈન્ટિરિયર પણ બતાવ્યું. આ કારમાં 16-સિલિન્ડર એન્જિન છે જે 1060 હોર્સપાવર જનરેટ કરે છે.

તમને જણાવી દઈએ કે અમિતે જે કાર ચલાવી હતી તેના માલિક કાર્લ પોતે પણ ફેમસ યુટ્યુબર છે. યુટ્યુબ પર તેના લગભગ 1 લાખ 40 હજાર સબસ્ક્રાઇબર્સ છે. કાર્લ તેની ચેનલ પર ઘણા પ્રેરણાત્મક અને કાર સંબંધિત વીડિયો અપલોડ કરે છે. તે જ સમયે, અમિતની ક્રેઝી XYZ પણ ખૂબ જ લોકપ્રિય YouTube ચેનલ છે. આ ચેનલના 2 કરોડ 29 લાખથી વધુ સબસ્ક્રાઈબર્સ છે.

Niraj Patel