VIDEO: સિંહને ભેંસનો શિકાર કરવો પડ્યો ભારે, જંગલનો રાજા ઉભી પૂછડીયે ભાગ્યો

જ્યારે ભેંસે સિંહને કહ્યું, ફ્લાવર સમજે હે ક્યાં! ફાયર હૈ ફાયર, ઝુકેગા નહીં

જ્યારે કોઈ વ્યક્તિ કે પશુનો જીવ જોખમમાં હોય ત્યારે તે કઈપણ અશક્ય કામ શક્ય કરી શકે છે. આપણે ઘણીવાર સાંભળ્યું અને જોયું પણ હશે કે જ્યારે કોઈ જંગલી જાનવર કે બીજુ કઈ લોકોની પાછળ પડે ત્યારે તે ઉંચામાં ઉંચી દિવાલ પણ કુદી જાય છે. એ તો સ્વાભાવિક છે કે માણસ હોય કે પશુ પોતાનો જીવ બચાવવા ગમે તેની સામે બે બે હાથ કરી લે છે.

હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમા જંગલનો રાજા સિંહ એક ભેંસનો શિકાર કરવા તેના પર હુંમલો કરે છે પરંતુ ભેંસ તેની સામે પુરી હિંમતથી લડે છે અને આખરે સિંહને હાર માનવી પડે છે. જેવો આ વીડિયો ઈન્ટરનેટ પર અપલોડ થયો લોકો તેને વારંવાર જોઈ રહ્યા છે અને તેમની પ્રતિક્રિયા પર આપી રહી છે. આ વીડિયોને ટ્વિટર પર @Animal_World નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.

આ વીડિયો આપણે જોઈ શકીએ છીએ કે જેવો સિંહ ભેંસ ઉપર એટેક કરે છે ત્યારે ભેંસ તેનો હિંમત પૂર્વક સામનો કરે છે. પહેલા તો સિંહ ભેંસ પર હાવી થઈ જાય છે પરંતુ ભેંસ પણ ક્યાં હાર માનવાની હતી. તેણે પણ પોતાનું જોર લગાવ્યું અને સિંહને જમીન પર પાડી દીધો. સિંહે પણ વિચાર્યું નહીં હોય કે તેને વળતા પ્રહારનો સામનો કરવો પડશે. જેવો સિંહ જમીન પર પડે છે ત્યારે ભેંસ ફરી તેના સિંગ વડે તેના પર હુમલો કરે છે અને તેને ઘાયલ કરી દે છે.

સિંહ ફરીવાર ઉભો થાય છે અને તેના મજબૂત જડબાથી પકડી લે છે ત્યારબાદ ભેંસ ફરી તેની નીચે પાડવાની કોશિશ કરે છે. જો કે સિંહનું વજન વધુ હોવાથી તેને સફળતા મળતી નથી. તેમ છતા તે પ્રયાસ કરે છે.

આમ થોડીવાર સિંહ અને ભેંસ વચ્ચે જીવ સટોસટનો ખેલ ચાલે છે. સિંહ કોઈ પણ સંજોગે ભેંસનો શિકાર કરવા માગે છે તો બીજી તરફ ભેંસ પણ જંગલના રાજાને મ્હાત આપવા કોઈ કસર છોડવા માગતી નથી. આખરે ભેંસની મદદે અન્ય ભેંસો પણ આવી જાય છે અને સિંહને પોતાના સિંગમાં ઉપાડી દૂર ફેકી દેશે. જો કે અચાનક થયેલા હુમલાથી સિંહ જમીન પર પડી જાય છે, સિંહ એટલો ઘાયલ થઈ જાય છે કે તે ઉભો પણ થઈ શકતો નથી. આમ ભેંસ પોતાની હિંમત દ્વારા જીવ બચાવવામાં સફળ રહે છે.

YC