નાની બહેન સાઇકલ પરથી નીચે ના પડી જાય એ માટે થઈને ભાઈએ કર્યું એવું કામ કે વીડિયો જોઈને લોકોની આંખો પણ ભીંજાઈ ગઈ… જુઓ

ભાઈની બેની લાડકી ! જુઓ આ ભાઈનો પોતાની બહેન પ્રત્યેનો પ્રેમ, કાળજી રાખવા માટે એવું કર્યું કે લોકો પણ બોલ્યા… “ખમ્મા મારા વીરા !!” જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં રોજ ઘણા બધા વિષયોને લઈને વીડિયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયોની અંદર કેટલીક એવી ઘટનાઓ પણ જોવા મળતી હોય છે જેને જોઈને આપણી આંખોમાથી આંસુઓ આવી જાય. ત્યારે હાલ એક વીડિયોએ લોકોને ભાવુક કરી દીધા છે, જેમાં ભાઈનો બહેન પ્રત્યેનો પ્રેમ લોકોના દિલ જીતી રહ્યો છે.

દરેક ભાઈને પોતાની બહેન ખુબ જ વહાલી હોય છે. તે ભાઈ સાથે લડે ઝઘડે તો પણ બહેન પર આવતી મુશ્કેલીઓ સામે તે ઢાલ બનીને ઉભો રહી જતો હોય છે. ભાઈ અને બહેનના પ્રેમ પર પણ ઘણું બધું સાહિત્ય લખવામાં આવ્યું છે. ત્યારે આ વીડિયો ભાઈ બહેનના પ્રેમનું એક જીવંત ઉદાહરણ જેવો બની ગયો છે.

વીડિયોમાં એક ભાઈ સાઇકલ લઈને ઉભો છે અને સાઇકલ પાછળ તેની નાની બહેન બેઠી છે. આ નાની બહેન સાઇકલ પરથી પડી ના જાય તેના માટે ભાઈ એક જુગાડ વાપરે છે. ભાઈ સીટની પાછળ બહેનને બેસાડી દે છે અને તેની પાછળ ઘણી બધી થેલીઓ રાખી દે છે. આ છતાં પણ બહેનનો પગ સાઈકલના ટાયરમાં આવી જવાનો ભાઈને ડર રહે છે.

જેના કારણે ભાઈ બહેનના બંને પગને સાઇકલના સળિયા સાથે પણ બાંધી દે છે અને પછી ચાલીને સાઇકલ દોરી આગળ વધે છે. આ વીડિયોને ઉર્દુ નોવેલ નામના એક ટ્વિટર પેજ પરથી શેર કરવામાં આવ્યો છે જે ઘણા લોકોના દિલ જીતી રહ્યો છે. અત્યાર સુધી આ વીડિયોને હજારો લોકો જોઈ ચુક્યા છે અને પોતાના અલગ અલગ પ્રતિભાવ પણ આપી રહ્યા છે.

Niraj Patel