પાણીપુરી લવર કન્યા: ગળામાં પહેર્યો પાણીપુરીનો હાર અને માથે પાણીપુરીનો તાજ, માથા ઉપર ભાંગ્યા ઢગલો પાપડ, જુઓ વીડિયો

સોશિયલ મીડિયાની અંદર લગ્નને લઈને ઘણા વીડિયો અને તસવીરો ખુબ જ વાયરલ થઇ જતી હોય છે, વળી હાલના સમયમાં તો દરેક વ્યક્તિ પોતાના લગ્નને ખુબ જ ખાસ બનાવવા માંગતા હોય છે, જેના કારણે લગ્નની અંદર કેટલીક એવી વસ્તુઓ કરે છે જેના કારણે તે ચર્ચામાં આવી જતા હોય છે અને તેમના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોય છે.

હાલ સોશિયલ મીડિયામાં એવી જ એક દુલ્હનનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે પાણીપુરી લવર હોવાનું જોવા મળી રહ્યું છે. પાણીપુરી તો દરેક છોકરીની ફેવરિટ જ હોય છે પરંતુ આ કન્યાને લાગે છે કે પાણીપુરી સાથે કંઈક વધારે જ પ્રેમ ઉભરાઈ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે પાણીપુરી વચ્ચે આ કન્યા ઘેરાયેલી છે. તેના ગળામાં પાણીપુરીનો હાર જોવા મળી રહ્યો છે તો તેના માથા ઉપર એક વ્યક્તિ પાણીપુરીનો તાજ પણ મૂકતો જોવા મળે છે.


આ ઉપરાંત તેનો એક બીજો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે જેમાં તેના માથા ઉપર એક વ્યક્તિ પાપડનો મોટો ઢગલો મૂકે છે અને તેના બાદ તે પાપડના ઢગલાને હાથથી દબાવીને માથા ઉપર જ  તોડી નાખે છે. આ બંને વીડિયોને ઇન્સ્ટાગ્રામ રીલમાં શેર કરવામાં આવ્યા છે, જેને લોકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે.


તમને જણાવી દઈએ કે આ વીડિયોની સાથે કેપશનમાં આ વરકન્યાના નામ અક્ષયા અને અભિષેક જણાવવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ રીલમાં પોસ્ટ થયેલા આ પાણીપુરી વાળા વીડિયોને 4 લાખ કરતા પણ વધારે અને પાપડ વાળા વીડિયોને 3 લાખ કરતા પણ વધારે લોકોએ નિહાળ્યો છે અને લોકો મજેદાર કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Niraj Patel